RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જનગણના – ૨૦૨૭ : ઓનલાઇન પોર્ટલ પર સ્વ-ગણના પ્રક્રિયા કરતા કર્ણાટકના ભુતપૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા

તા.૨૦/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

સ્વ-ગણના પોર્ટલ પર વિગતો ભરવી ખૂબ જ સરળ : ભુતપૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાએ રાજકોટના નાગરિકોને જાતે પ્રક્રિયા કરવા અપીલ કરી

Rajkot: રાજ્યભરમાં હાલ જનગણના – ૨૦૨૭ના ભાગરૂપે ઓનલાઇન પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચુક્યો છે. જેમાં નાગરિકો ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ઓનલાઇન સ્વ-ગણના પ્રક્રિયા કરી શકે છે.

રાજકોટના નિવાસી તથા કર્ણાટકના ભુતપૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાએ આજરોજ સ્વ-ગણના પ્રક્રિયા (સેલ્ફ એન્યુમરેશન) પૂર્ણ કરતા જણાવ્યું હતું કે, ઓનલાઇન વેબ પોર્ટલના માધ્યમથી સ્વ-ગણનાની માહિતી રજીસ્ટર કરવી ખૂબ સહેલી અને ઝડપી છે. રાજકોટ જિલ્લાના તમામ લોકોએ થોડો સમય ફાળવી આ પ્રક્રિયામાં સહભાગી થવા શ્રી વજુભાઈ વાળાએ અપીલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય જનગણનાના પ્રથમ ચરણમાં હાલ ઘરયાદી અને મકાન ગણતરીની પ્રક્રિયા sc.census.gov.in પોર્ટલના માધ્યમથી ઓનલાઇન શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!