BHARUCHJHAGADIYA

ઝઘડિયા તાલુકાના સુથારપુરા ગામે થયેલા મારામારી ની ઘટનામાં ફરિયાદ નોંધાવા ઝઘડિયા કોર્ટ નો ઉમલ્લા પોલીસને હુકમ કરવામાં આવ્યો

ઝઘડિયા તાલુકાના સુથારપુરા ગામે થયેલા મારામારી ની ઘટનામાં ફરિયાદ નોંધાવા ઝઘડિયા કોર્ટ નો ઉમલ્લા પોલીસને હુકમ કરવામાં આવ્યો

 

ફરિયાદી ઉમેશ વસાવાની જાન્યુઆરી માસમાં થયેલ મારામારી ની ફરિયાદ ઉમલ્લા પોલીસે નોંધી ન હતી

 

ઉમલ્લા પોલીસે ફરિયાદ નહીં નોંધતા ઉમેશ વસાવાએ ઝઘડિયા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી

 

ઝઘડિયા તાલુકાના સુથારપુરા ગામે ગત જાન્યુઆરી માસમાં બનેલી મારામારીની ધટનામાં ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથક માં ફરિયાદી ઉમેશ વસાવાની ફરિયાદ નહીં નોંધતા ફરિયાદી ઉમેશ વસાવા ઝઘડિયા કોર્ટમાં ફરિયાદ કરી હતી, જેના પગલે ઝઘડિયા કોર્ટે ઉમલ્લા પોલીસને આ ઘટનાની ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો છે, બનાવની વિગત એવી છે કે ઝઘડિયા તાલુકાના સુથારપુરા ગામે રહેતા ઉમેશભાઈ સુરેશભાઈ વસાવા ગત તા ૩૦.૧.૨૬ ના રોજ તેમના ઘરે હતા ત્યારે તેમના ઘરની નજીક આંબાનું ઝાડ હતું તે આંબા ઝાડ પર વાંદરો ચડ્યો હતો, તે વાંદરાને ભગાવડા માટે ઝાડ નજીક ગયો હતો, ત્યારે વિનું અમરસંગ વસાવા, ચંદ્રકાંત વિનુ વસાવા ના ઓ તેની નજીક આવેલા અને કહેવા લાગેલ કે તને આ જગ્યા પરથી ભગાડી મૂકવાનો છે, તને અહીં રહેવા દઈશું નહીં, આ જમીન અમારી છે એમ કહી ગમે તેમ ગાળો બોલતા હતા જેથી ઉમેશભાઈએ તેઓને જણાવ્યું હતું કે આ જગ્યા ઉપર અમારૂ ઘર છે અને વર્ષોથી અમે રહીએ તો છીએ જેથી વિનુ ગાળો બોલી અને તેને જોઈ લઈશું તેમ કહી જતા રહેલા, ત્યારબાદ તે બાબત રીસ રાખી તા.૨.૨.૨૬ ના રોજ વિનુભાઈ અમરસિંગ વસાવા, ચંદ્રકાંત વિનુભાઈ વસાવા, સવરાગભાઇ વિનુ વસાવા, અંબાભાઈ અમરસિંહ વસાવા ના આવો એક સંપ થઈ ઉમેશભાઈના ઘરની બહાર આવી ગયેલા અને ગંદી ગાળો બોલતા હતા તે સમયે ચંદ્રકાંત વસાવા સવરાગ વસાવા ના હાથમાં લાકડી હતી અને અંબાભાઇ ના હાથમાં પાવડો હતો તે બધા એક સંપ થઈ ઉમેશભાઈ સાથે ઝઘડો કરવા લાગેલા, તે સમયે ચંદ્રકાંત વસાવા એ ઉમેશભાઈને બોચી માં અને બીજો સપાટો કમરના ભાગમાં મા એલો અને અંબાભાઈ અમરસિંહ વસાવા એ જાનથી મારી નાખીશ એમ કહી પાવડો મારેલો જેથી ઉમેશ નીચે પડી ગયો હતો અને માથાના ભાગે ઈજા થયેલ હતી, તે સમયે તેની માતા ચંપા દોડી આવેલા અને વધુ માર માથી તેને બચાવેલા અને ઉમેશને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લા સરકારી દવાખાને લઈ ગયા હતા અને વધુ સારવાર અર્થે તેને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં ઉમેશને ત્રણ દિવસ દાખલ કરી સારવાર આપવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે ઉમલ્લા પોલીસે આરોપીનો સગો હરેશ અંબાલાલ વસાવા પોલીસ વિભાગ માં ફરજ બજાવતો હોય એફઆઇઆર નહીં કરી ફક્ત ચેપ્ટર કેસ બનાવેલો અને એફઆઇઆર દાખલ થવા દીધેલી નહીં, જે બાબતે ફરિયાદી ઉમેશભાઈ વસાવા એ તા.૧૧.૨.૨૬ ના રોજ લેખિતમાં ઉમલ્લા પીઆઈ, નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર નાઓને આરપીએડી દ્વારા એફઆઇઆર દાખલ કરવા જણાવેલ, પરંતુ પોલીસ વિભાગના કોઈ અમલદારે આ બાબતે વધુ કાર્યવાહી કરી ન હતી, જેથી ઉમેશ સુરેશભાઈ વસાવા એ તેમના તરફી એડવોકેટ શરદ પરમાર મારફતે ઝઘડિયા ચીફ જ્યુડિશિયલ ની કોર્ટમાં પોતાની ફરિયાદ વિનુભાઈ અમરસંગ વસાવા, ચંદ્રકાંત વિનુ વસાવા, સવરાગભાઈ વિનુભાઈ વસાવા, અંબાભાઈ અમરસંગ વસાવા તમામ રહેવાસી સુથારપુરા તા. ઝઘડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટ સમક્ષ દાદ માંગી હતી કે ઉપરોક્ત હકીકતો ધ્યાને લઈ તેમજ સંજોગો જોતા અને કાયદાકીય પરિસ્થિતિને ધ્યાન રાખી આ કામના તોહમદારોએ ફરિયાદીને માર મારેલ હોય અને બાબતની ફરિયાદ ઉમલ્લા ના પોલીસ સ્ટેશન સંબંધિત અધિકારીના એ એફઆઇઆરયર દાખલ કરેલ ન હોય, જેથી ભારતીય નાગરિક સુરક્ષા સહિતા કલમ મુજબ તેમની ફરિયાદ નોંધવા હુકમ કરવા વિનંતી કરી હતી, ઉપરાંત મારામારીના બનાવ બાબતે ઉમલ્લા ના પોલીસ સ્ટેશનના જવાબદાર કર્મચારી કે જેઓએ ગંભીર બાબતની એફઆઇઆર નોંધવામાં બેદરકારી દાખવી છે તેની વિરુદ્ધમાં જરૂરી પગલાં લેવા હુકમ કરવાની દાદ માંગી હતી. આ ફરિયાદ કોર્ટમાં ચાલી જતા ઝઘડિયા કોર્ટ દ્વારા સુથારપુરા ગામે થયેલા મારામારીના બનાવની ફરિયાદ નોંધવા ઉમલ્લા પોલીસને હુકમ કરવામાં આવ્યો છે,

Back to top button
error: Content is protected !!