BHAVNAGARPALITANA

પાલીતાણા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ એ વિધીવત રીતે ચાર્જ સંભાળ્યો

પાલીતાણા નગરપાલિકા ના વોર્ડ ૯ અને ૩૬ બેઠકો ની ચુંટણી યોજાઈ હતી જેમાં ભાજપ એ ૩૪ બેઠકો પર વિજય મેળવ્યો હતો અને કોંગ્રેસ પક્ષને માત્ર ૨ બેઠકો મળી હતી જ્યારે નગરપાલિકા ના પ્રમુખ તરીકે ૨.૫ (અઠી વર્ષ) માટે શ્રીમતી સુલોચનાબેન મકવાણા અને ઉપપ્રમુખ તરીકે વિરેન્દ્રસિંહ સરવૈયા ની વરણી થતાં આજ રોજ તારીખ ૨૧/૫/૨૦૨૬ ને ગુરૂવાર ના રોજ ભાજપ ના હોદેદારો અને પ્રજાજનો ની બહોળી ઉપસ્થિતિમાં વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો જ્યારે ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ સરવૈયા એ જણાવેલ કે ૩૪ ભાજપ વિજેતા ઉમેદવારો ને સાથે રાખી શહેરી વિકાસ કાર્યો કરવામાં આવશે શહેર ના નગરપાલિકા હદ વિસ્તારમાં જે પડતર પ્રશ્નો/ સમસ્યાઓ ના ઉકેલ અંગે ઝડપથી કામગીરીઓ કરાશે જ્યારે પ્રાથમિક પડતર સમસ્યાઓ, ગટર અને પીવાના પાણીનો છે જે અંગે કામગીરીઓ હાથ ધરાશે જ્યારે ભાજપ ના હોદેદારો પાલીતાણા ના પ્રિન્ટ મીડિયા ના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

જીશાન ખૂંટ

Back to top button
error: Content is protected !!