દિયોદર તા પં ખાતે બાંધકામ વિભાગ શાખા ના S O નો વિદાય સંભારભ યોજાયો

દિયોદર તા પં ખાતે બાંધકામ વિભાગ શાખા ના S O નો વિદાય સંભારભ યોજાયો

સાડા ત્રણ વર્ષ થી નિષ્ઠા પૂર્વક સેવા આપનાર અધિકારી નું સન્માન કરાયુ
દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે બાંધકામ વિભાગ શાખાના અધિકારી વિનોદ પરાડીયા ની બનાસકાંઠા જિલ્લામાં બદલી થતા આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે વિદાય સમારોહ યોજાયો હતો છેલ્લા સાડા ત્રણ વર્ષ થી તાલુકા પંચાયત કચેરીમાં બાંધકામ વિભાગમાં એસ ઓ તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ પરાડીયા ની બનાસકાંઠા જિલ્લામાં બદલી થતા વિદાય સમારોહ નું આયોજન કરાયું હતું ઉપસ્થિત સરપંચ સંગઠન,તલાટી ક્રમ મંત્રી સંગઠન,તેમજ કોન્ટ્રાકટર સંગઠન ના સભ્યો હાજર રહી શાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માનિત કરી વિદાય આપી હતી તાલુકા પંચાયત ના સ્ટાફ દ્વારા પણ ફુલહાર થી ભવ્ય સન્માન કર્યું હતું હર હંમેશા દરેક લોકો અધિકારીઓ સાથે હળી મળી ને રહેતા અધિકારી ની કામગીરી ને યાદ કરી વિદાય આપી હતી આ પ્રસંગે તા વિકાસ અધિકારી શામળભાઇ પટેલ,એસ ઓ કિરણભાઈ વાઘેલા, એ ટી વીટી શાખા માંથી પરાગભાઇ ત્રિપાઠી,પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા,અમીનભાઈ સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ નું સંચાલન રોહિત સોની દ્વારા કરવામાં આવ્યું હતું
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર





