KALOL(Panchamahal)PANCHMAHAL

મહિલા સશક્તિકરણની દિશામાં કદમ, કાલોલ શ્રી લક્ષ્મી મહિલા મંડળની નવી કમિટી જાહેર,મંડળના પ્રમુખપદે દીપ્તિબેન પરીખ.

 

તારીખ ૨૨/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રી કાલોલ લાડ જ્ઞાતિ સમસ્ત સંચાલિત સ્વ. શ્રીમતી હીરાલક્ષીબેન કાંતિલાલ મહેતા પ્રેરિત શ્રી લક્ષ્મી મહિલા મંડળ ના નવા હોદ્દેદારોની વરણી શ્રી કાલોલ લાડ જ્ઞાતિ સમસ્ત ના હોદ્દેદારોની અધ્યક્ષતામાં ગતરોજ મહિલા મંડળ ના હોદ્દેદારો અને કારોબારી કમિટીની વરણી કરવામાં આવી. કન્વીનર કોકીલાબેન શશીકાંતભાઈ પરીખ પ્રમુખ દીપ્તિબેન ગિરીશકુમાર પરીખ ઉપપ્રમુખ ચેતનાબેન સતિષભાઈ અને કોમલબેન પીનલભાઈ પરીખ મંત્રી યોગીનીબેન દિનેશભાઈ સહમંત્રી ગીતાબેન સંજયભાઈ ગાંધી ખજાનચી જલ્પાબેન નીરજકુમાર મહેતા તેમજ હાજર રહેલ બહેનોને કારોબારી સમિતિના સભ્યમાં વરણી કરવામાં આવી. જ્ઞાતિના હોદ્દેદારોએ નવા નિમાયેલા તમામ હોદ્દેદારો અને કારોબારી કમિટીના સભ્યોને અભિનંદન સાથે સારા કાર્ય કરી અને સમાજમાં બહેનોને આગળ લાવવા માટેના કાર્યો કરો તેવી શુભેચ્છાઓ પાઠવી. નવા રહેલા પ્રમુખે તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!