ઇન્ડિય રેડ ક્રોસ સોસાયટી દાહોશ જિલ્લા શાખા દ્રારા પ્રાથમિક સારવાર તાલીમાર્થી ભાઈઓનું ઉત્કૃષ્ટ સમાજ ઉપયોગી કાર્ય

Dahod:ઇન્ડિય રેડ ક્રોસ સોસાયટી દાહોશ જિલ્લા શાખા દ્રારા પ્રાથમિક સારવાર તાલીમાર્થી ભાઈઓનું ઉત્કૃષ્ટ સમાજ ઉપયોગી કાર્ય
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા આપવામાં આવતા પ્રાથમિક સારવાર તાલીમ વર્ગોમાં કમલેશભાઈ લીમ્બાચીયા દ્વારા આપવામ આવેલ રક્તદાન અંગે મોટીવેશનલ પ્રવચનમાં પ્રાથમિક સારવારના તાલીમાર્થી ભાઈ બહેનો એ પ્રોત્સાહિત થઈ મોટી સંખ્યામાં પ્રથમ વખત સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું રેડ ક્રોસ સોસાયટી દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરનાર રક્તદાતાઓનું સોસાયટીના વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ, રાજ્ય રેડકોસના પ્રતિનિધિ સાબીર શેખ ,માનદ મંત્રી રાજેશભાઈ ભટ્ટ, સહમંત્રી એન કે પરમાર ,કારોબારી સભ્ય કમલેશભાઈ લીમ્બાચીયા વગેરેએ તાલીમાર્થીઓ દ્વારા સમાજ ઉપયોગી ઉમદા કાર્યને પ્રમાણપત્ર તથા ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા.બીજું જણાવવાનું કે, GSRTC દ્વારા રાજ્ય ભરમાં ડ્રાઈવર/કંડકટર ની નોકરી માટે, ફક્ત રેડક્રોસ ની કોઈ પણ શાખા દ્વારા, ફર્સ્ટ એડ ની ટ્રેનિંગ લીધી હોવાનું પ્રોવિશનલ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. અને આ માટે, રેડક્રોસ દાહોદ દ્વારા આજ દીન સુધી, લગભગ ૧૦૦ વિધાર્થી ઓ ને તાલીમ આપવામાં આવેલ છે. અને આગામી એક અઠવાડિયામાં, શકય હોય તેટલા વધુ તાલીમાર્થીઓને તાલીમ આપવાનું આયોજન રેડક્રોસ દાહોદ દ્વારા સુચારુ રૂપે કરવામાં આવેલ છે. તેમ જ કોઈ દાહોદ જિલ્લાના વિધાર્થી આવા સર્ટિફિકેટ થી વંચિત ન રહી જાય,તેવું આયોજન, દાહોદ રેડક્રોસ દ્વારા કરવામાં આવેલ છે. આ માટે તારીખ.૦૫.૦૬.૨૦૨૬ થી પૂરતું આયોજન કરવામાં આવેલ છે. જરૂરિયાત વાળા વિધાર્થીઓએ આ તારીખે સવારે ૧૦ થી ૧ દરમ્યાન રેડક્રોસ દાહોદ શાખા, પોલીસ લાઇન રોડ નો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે. સંપર્ક નંબર.૦૨૬૭૩ ૨૨૪૪૨૨





