RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: આઠ ધોરણ પાસ વિદ્યાર્થીઓ માટે વાયરમેન તથા વેલ્ડરમાં કારકિર્દી બનાવવાની ઉત્તમ તક

તા.૨૨/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ધોરણ ૧૦ પાસ/નાપાસ વિદ્યાર્થીઓ કોટડાસાંગાણી આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ મેળવી શકશે

Rajkot: ધોરણ ૧૦ પાસ/નાપાસ વિદ્યાર્થીઓ કોટડાસાંગાણી આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ મેળવી શકશે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા – કોટડાસાંગાણી ખાતે ધો.-૧૦ પાસ માટેના કોર્સ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, ઈલેક્ટ્રીશિયન, મિકેનીક ડીઝલ, કોપા(કોમ્પ્યુટર કોર્ષ) માં પ્રવેશ માટે ફોર્મ ભરી શકાશે, તથા ધો.- ૮ પાસ માટેના કોર્ષ વાયરમેન તથા વેલ્ડરમાં પ્રવેશ સત્ર-૨૦૨૬ના પ્રથમ રાઉન્ડ અંતર્ગત પ્રવેશ મેળવવાની કામગીરી શરુ કરાઈ છે. ધોરણ ૮ અને ધોરણ ૧૦નાં કોર્ષ પ્રવેશ મેળવવા ઉમેદવારો તા.૧૪/૦૫/૨૦૨૬ થી તા ૨૩/૦૬/૨૦૨૬ સુધી itiadmission.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અથવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા-કોટડાસાંગાણી ખાતે સવારે ૧૦ થી સાંજે ૫ દરમ્યાન રૂબરૂ મુલાકાત લઇ શકે તેમ આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા-કોટડાસાંગાણી દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!