
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા,તા-૨૨ મે : અબડાસા તાલુકાના આશાપર, બિટા, ડાહા, નાની ધૂફી, હિંગરીયા, કુકડાઉ, કાળાતળાવ, કનકપર, નલીયા કુમારશાળા-૨, નાન્દ્રા નાના, રાપર અબડા, સણોસરા, થુમંડી, વાયોર, નોડેવાંઢ તથા નલીયા એરફોર્સ પ્રાથમિક શાળા એમ કુલ ૧૬ કેન્દ્રો ઉપર સંચાલકોની જગ્યા ખાલી હોવાથી આ કેન્દ્રો માટે “સંચાલક-કમ-કુક” ની ભરતી કરવાની થાય છે.જે માટેનું નિયત અરજી ફોર્મ, મામલતદાર કચેરી, અબડાસા, મૂ. નલિયા ખાતેથી ૨૨/૦૫ થી ૩૦/૦૫ સુધી ( કચેરી સમય દરમિયાન પી.એમ.પોષણ શાખામાંથી) મેળવીને સંપૂર્ણ વિગત ભરીને તા.૩૦/૦૫/૨૦૨૬(સાંજના ૧૮.૦૦ સુધી) રૂબરૂ પી.એમ.પોષણ શાખામાં સ્વીકારવામાં આવશે. સમયમર્યાદા બાદ મળેલી અરજી ધ્યાને લેવામા આવશે નહીં. સંચાલક-કમ-કુક તરીકે ઉમેદવારને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે.ઉમેદવારી માટેની જરૂરી લાયકાતમાં શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી. પાસ તથા અરજી કરવાની છેલ્લી તારીખે ઓછામાં ઓછી ૨૦ વર્ષ પૂર્ણ તથા વધુમાં વધુ ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ન હોવા જોઇએ. અરજી સાથે રજૂ કરવાના જરૂરી આધાર પુરાવાઓમાં શાળાનું લીંવીગ સર્ટી, માર્કશીટ, રહેણાંકનો પુરાવો, રેશનકાર્ડ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ તા અન્ય માન્ય સર્ટી પ્રમાણિત નકલ સાથે જોડવાની રહેશે તેવું મામલતદાર, અબડાસાની અખબાર યાદીમાં જણાવાયું છે.




