ARAVALLIMEGHRAJMODASA

શૂટ સ્પેસ સામે કરોડો ની છેતરપિંડીનો મામલો – 6 લોકો સામે નોંધાઈ ફરિયાદ – 2 લોકોની ધપકડ કરાઈ ,12 રોકાણકારો  ના 4.90 કરોડ ફસાયા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શૂટ સ્પેસ સામે કરોડો ની છેતરપિંડીનો મામલો – 6 લોકો સામે નોંધાઈ ફરિયાદ – 2 લોકોની ધપકડ કરાઈ ,12 રોકાણકારો  ના 4.90 કરોડ ફસાયા

 

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી અને ઇન્ફોસિટી વિસ્તારમાં કાર્યરત શૂટસ્પેસ ડિજિટલ પ્રા. લિ. કંપની સામે કરોડો રૂપિયાની છેતરપીંડી અને વિશ્વાસઘાતની ગંભીર ફરિયાદ નોંધાતા હડકંપ મચી ગયો છે. કંપનીના ડાયરેક્ટરો અને સંકળાયેલા લોકોએ ટેરાબાઇટ સ્પેસમાં રોકાણના નામે રોકાણકારોને આકર્ષી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યાનો આરોપ લાગ્યો છે.

ફરિયાદી ભાવેશપુરી મહેન્દ્રપુરી બાવાના જણાવ્યા મુજબ કંપની દ્વારા ડેટા સ્ટોરેજ માટે પૂરતી વ્યવસ્થા કે સર્વર ક્ષમતા ન હોવા છતાં મોટી કંપની હોવાનો દાવો કરી લોકોમાં વિશ્વાસ ઉભો કરવામાં આવ્યો હતો. રોકાણકારોને 84 મહિના સુધી નિશ્ચિત ભાડું, વધુ નફો, કમિશન તેમજ વિદેશ પ્રવાસ જેવી લાલચ આપી રોકાણ કરાવવામાં આવતું હતું.ફરિયાદ અનુસાર ફરિયાદી અને તેમના પરિવારજનોએ અલગ અલગ આઈડી મારફતે કુલ 84 TB સ્પેસ માટે રૂ. 32.75 લાખથી વધુનું રોકાણ કર્યું હતું. શરૂઆતના સમયગાળામાં કંપની દ્વારા ભાડા અને કમિશન પેટે નિયમિત ચુકવણીઓ કરવામાં આવતી હતી, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો.

કંપની દ્વારા જયપુર અને ઉદયપુરમાં ભવ્ય કાર્યક્રમો યોજી રોકાણકારોને આમંત્રિત કરવામાં આવતા હતા. આ કાર્યક્રમોમાં કંપનીના ડાયરેક્ટરો ઉત્પલ પટેલ, અરૂણ રાય, અરૂણ પટેલ, સચિન પટેલ, ભૂમિ પટેલ અને ધ્રુવ ચૌધરી સહિતના લોકો રોકાણ સંપૂર્ણ સુરક્ષિત હોવાનું જણાવી નવી નવી સ્કીમો રજૂ કરતા હતા.ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે રોકાણકારો પાસેથી મેળવવામાં આવેલી રકમ “ક્લાઉડીજી ટેકનોલોજી લિમિટેડ” અને “હેરી હોસ્પિટાલિટી એન્ડ લીઝર લિમિટેડ” જેવી અન્ય કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ત્યારબાદ કંપનીએ ભાડાની ચુકવણી બંધ કરી દીધી હતી અને ગિફ્ટ સિટીમાં આવેલી ઓફિસ પણ બંધ કરી દેવામાં આવી હતી.ફરિયાદ મુજબ ફરિયાદી અને અન્ય 12 રોકાણકારો પાસેથી જ અંદાજે રૂ. 4.90 કરોડથી વધુની રકમ એકત્રિત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે સમગ્ર કૌભાંડ કરોડો રૂપિયાનું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ સમગ્ર મામલે રોકાણકારોએ પોલીસ સમક્ષ છેતરપીંડી, ગુનાહિત વિશ્વાસઘાત, ખોટા દસ્તાવેજોના ઉપયોગ અને સુનિયોજિત આર્થિક કૌભાંડ અંગે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!