
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કર્યા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોની બહુમતીથી વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપાએ 12 બેઠકો પર ભવ્ય જીત મેળવી સત્તા પર મજબૂત દબદબો જાળવી રાખ્યો છે, જ્યારે કોંગ્રેસને 6 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા પ્રમુખ પદ માટે રાજેશભાઈ ગામીત તથા ઉપપ્રમુખ પદ માટે ઉષાબેન ધર્મેશભાઈ પટેલને સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યુ હતુ.આજરોજ ડાંગ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર અને જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવાની અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.ડાંગ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે ભાજપાના કડમાળ બેઠકના ઉમેદવાર રાજેશભાઈ ગામીતને કુલ 12 મત પ્રાપ્ત થયા હતા, જ્યારે કોંગ્રેસના હરીફ ઉમેદવાર સ્નેહલ ઠાકરેને 6 મત મળ્યા હતા. પરિણામે રાજેશભાઈ ગામીત બહુમતીથી ડાંગ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.તે જ રીતે ઉપપ્રમુખ પદ માટે વઘઇ બેઠકના ભાજપાના ઉમેદવાર ઉષાબેન ધર્મેશભાઈ પટેલને 12 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મંગળભાઈ ગાવીતને 6 મત મળતા ઉષાબેન પટેલ બહુમતીથી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા.ચૂંટણી પરિણામ જાહેર થતા જ ભાજપા કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. જિલ્લા પંચાયત કચેરી ખાતે ભાજપાનાં પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત અને આગેવાનો તથા કાર્યકર્તાઓએ ફૂલહાર પહેરાવી તેમજ મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરી હતી.“રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે ડાંગ જિલ્લા પંચાયત પર ભાજપાએ ફરી એકવાર બહુમતી સાથે સત્તાનો પાયો મજબૂત બનાવી પોતાનો દબદબો સાબિત કર્યો છે.બોક્ષ-(1)ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપાએ 12 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી હતી.કોંગ્રેસને માત્ર 6 બેઠકો મળતાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોનો વિજય નિશ્ચિત માનવામાં આવતો હતો. લપરિણામે બંને હોદ્દા ભાજપાના ખાતામાં જતા જિલ્લામાં ભાજપાનો રાજકીય દબદબો વધુ મજબૂત બન્યો હોવાનું મનાઈ રહ્યું છે.ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી
પ્રમુખ પદે રાજેશ ગામીત અને ઉપપ્રમુખ પદે ઉષાબેન પટેલની સર્વાનુમતે પસંદગી થઈ છે.
બોક્ષ-(2)ડાંગ જિલ્લા પંચાયતમાં નવા ચૂંટાયેલા પ્રમુખ રાજેશ ગામીતે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પ્રાથમિકતા આધારે કામગીરી કરવામાં આવશે.ખાસ કરીને જિલ્લાના અનેક વિસ્તારોમાં ઉભી થયેલી પાણીની ગંભીર સમસ્યાના નિરાકરણ માટે તંત્ર સાથે સંકલન કરી અસરકારક કામગીરી હાથ ધરવામાં આવશે.સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ,આરોગ્ય, શિક્ષણ અને મૂળભૂત સુવિધાઓ મજબૂત બનાવવા પ્રયત્ન કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતુ.ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા ઉષાબેન પટેલે પણ જિલ્લાના વિકાસ કાર્યોમાં ટીમભાવના સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.





