SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં ભૂંડમાં ફાટી નીકળેલા આફ્રિકન સ્વાઇન ફીવરનો કોઈ ઇલાજ નહીં

રોગ વધુ ફેલાતો અટકાવવા તંત્ર દ્વારા ખાસ તકેદારીના પગલાં લેવા પણ તાકીદ કરવામાં આવી

તા.23/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

રોગ વધુ ફેલાતો અટકાવવા તંત્ર દ્વારા ખાસ તકેદારીના પગલાં લેવા પણ તાકીદ કરવામાં આવી, સુરેન્દ્રનગર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી અચાનક ભૂંડના મોત થવા લાગ્યા હતાં જેમાં ખાસ કરીને ભોગાવો નદીના પટની આસપાસના વિસ્તારમાં ભૂંડના સતત મોત થઈ રહ્યાં હતા ઠેર-ઠેર ભૂંડના મૃતદેહો પડ્યા હોવાથી દુર્ગંધ ફેલાતા સ્થાનિકો પણ તોબા પોકારી ઉઠ્યા હતા આ અંગે સ્થાનિકોએ મનપાને જાણ કરતા મનપાની સેનિટેશન ટીમે ભૂંડના મૃતદેહોના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ ભૂંડના મોતની સંખ્યા દિવસે દિવસે વધી રહી હતી ભૂંડના મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો હોવાથી તાત્કાલિક પશુપાલન વિભાગને જાણ કરવામાં આવી હતી અંદાજે 10 દિવસ કરતા વધુ સમયમાં 700થી વધુ ભૂંડના મોત નીપજ્યા હોવાથી પશુ ડોકટરોની ટીમ દ્વારા અલગ અલગ સ્થળેથી ભૂંડના મૃતદેહો લઈ તેના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા પરંતુ ભૂંડના મોતનું કોઈ ચોક્કસ કારણ જાણવા ન મળતા સેમ્પલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા હતા અમદાવાદથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા આફ્રિકન સ્વાઇન ફીવર નામના રોગથી ભૂંડના મોત થયા હોવાની વિગતો સામે આવી છે આ રોગ વાઇરસથી ફેલાતો રોગ છે અને તેની કોઈ સારવાર ઉપલબ્ધ ન હોવાથી જે પશુ આ રોગનો ભોગ બને તે મૃત્યુ પામે છે આથી વાઇરસને વધુ ફેલાતો અટકાવવા ખાસ તકેદારીના પગલાં લેવા તાકીદ કરાઈ આવી છે જેમાં આ ઉપરાંત હાલ ભૂંડ પકડવાની તેમજ હેરફેર પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી મનપા દ્વારા હાલ આ મામલે વધુ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ડો. અશોક રાઠોડ, પશુ ચિકિત્સકે જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભૂંડના થઈ રહેલા મૃત્યુ અંગે તપાસ કરતા તેમાં એક આફ્રિકન સ્વાઇન ફીવર નામનો રોગ હોવાનું જાણવા મળ્યું છે આ બીમારી ફક્ત ભૂંડ પ્રાણીઓને જ અસર કરે છે માણસોને અસર કરતી નથી આ બીમારીની વેક્સિન કે સારવાર ન હોવાથી અન્ય કોઈ ભૂંડમાં રોગ ન ફેલાય તે માટે પાલિકાને મૃત પશુઓના તાત્કાલિક નિકાલ અંગેની સૂચનાઓ આપી દેવામાં આવી છે શહેરમાં છેલ્લા 15 દિવસમાં અલગ અલગ વિસ્તારમાં 700થી વધુ ભૂંડના મોત થતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક મૃત ભૂંડનું પોસ્ટમોર્ટમ કરી વધુ તપાસ માટે સેમ્પલ અમદાવાદ મોકલવામાં આવ્યા હતા જેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા ભૂંડના મોત આફ્રિકન સ્વાઇન ફીવર નામના રોગથી થયું હોવાનું સામે આવ્યું છે.

Back to top button
error: Content is protected !!