LAKHTARSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે ખેડૂત રાત્રી સભા યોજાઈ, ખરીફ ઋતુ પૂર્વે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આત્મા પ્રોજેક્ટ દ્વારા અપાયું સચોટ માર્ગદર્શન

તા.23/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

આગામી ખરીફ ઋતુ નજીક આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પોતાના પાક વાવેતરના આગોતરા આયોજનમાં વ્યસ્ત બન્યા છે ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ખર્ચાળ તથા નુકસાનકારક વપરાશથી દૂર થઈ પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા શુભ આશય સાથે લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે ‘ખેડૂત રાત્રી સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૃષકોને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના શ્રેષ્ઠ વિકલ્પ રૂપે પ્રાકૃતિક કૃષિના વિવિધ બાયો ઈનપુટ બાબતે વિસ્તૃત અને પ્રેક્ટિકલ જાણકારી પૂરી પાડવામાં આવી હતી આ સભા દરમિયાન આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર ભરત પટેલ દ્વારા ખેડૂતોને પરંપરાગત છાણીયું ખાતર અને પ્રાકૃતિક ખેતીના મુખ્ય આધાર સમાન ‘ઘન જીવામૃત’ વચ્ચે રહેલો ગુણવત્તાનો તુલનાત્મક તફાવત ઉદાહરણો સહ વિગતવાર સમજાવવામાં આવ્યો હતો ખેડૂતો જો પોતાના ઘર આંગણે જ ઉપલબ્ધ સાધનોથી અત્યંત સરળતાપૂર્વક ઘન જીવામૃત બનાવે અને તેનો ખેતીમાં યોગ્ય ઉપયોગ કરે, તો જમીનમાં વર્ષોથી જમા રહેલા અલભ્ય પોષક તત્વો પાકને સહેલાઈથી લભ્ય એટલે કે ઉપલબ્ધ બને છે ખેડૂતોને માર્ગદર્શન આપતા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ઘન જીવામૃતના પ્રયોગથી જમીનમાં મિત્ર સૂક્ષ્મ જીવો અને અળસિયાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે જેના કારણે ખેતરની જમીન ભરભરી અને પોચી બને છે પરિણામે જમીનની ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા ખૂબ વધી જાય છે એકંદરે આ પ્રક્રિયા ભૂમિની ફળદ્રુપતામાં ધરખમ વધારો કરે છે આથી જ આગામી ખરીફ પાકોમાં રાસાયણિક ખાતરોનો આંધળો વપરાશ ઘટાડી આવા બાયો ઇનપુટ વાપરવા માટે ખેડૂતોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો આ સાથે જ રાસાયણિક ખાતરોનો જો ઉપયોગ કરવો જ પડે, તો તેનો અત્યંત કરકસરપૂર્વક અને સમતોલ ઉપયોગ કેવી રીતે કરવો તેની વૈજ્ઞાનિક સમજ પણ આપવામાં આવી હતી પાકમાં આવતી જીવાતોના નિયંત્રણ માટે મોંઘી અને ઝેરી જંતુનાશક દવાઓના વિકલ્પ સ્વરૂપે કુદરતી ઉપચારો વિશે ખાસ ચર્ચા કરવામાં આવી હતી આસપાસ સહજ રીતે મળી આવતા આંકડો, લીમડો, ધતુરો વગેરે જેવા વનસ્પતિના પાનના અર્કમાંથી તૈયાર થતા ‘દસ પર્ણી અર્ક’ વિશે ખેડૂતોને વિશેષ જાણકારી અપાઈ હતી. જો ખેડૂતો આ ઓર્ગેનિક અર્કનો છંટકાવ તરીકે ઉપયોગ કરશે, તો ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થશે. સાથોસાથ આપણા ખોરાકમાં ઝેરી દવાઓના જોખમી અવશેષો આવતા અટકશે, જેથી સમાજ અને પરિવારની તંદુરસ્તી પણ ઉત્તમ રહેશે આ તકે મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!