CHOTILAMULISAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADHWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અને ખનીજ અધીકારીઓની રેકી કરતાં 23 ઈસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી

તા.23/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ખાણ ખનીજને લગતી ગેરકાયદેસર પ્રવૃતિઓ શોધી કાઢી આવી ખાણ ખનીજની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ, તથા વોટસએપ ગ્રુપ બનાવી અધિકારી/કર્મચારીની ગતીવિધીઓ પર દેખરેખ રાખી વોટસએપ ગ્રુપમાં તેઓની માહીતી આપતા ઇસમોને પકડી પાડી ખાણ ખનીજની ખનન વહનની ગેરકાયદેસર પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લાના અલગ અલગ ડિવિઝનોના પોલીસ સ્ટેશન વિસ્તારોમા આવી ખાણ ખનીજને લગતી ગેરકાયદેસરની પ્રવૃતિ સદંતર બંધ કરાવવા મદદનીશ પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકઓને સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા થાનગઢ, મુળી, સાયલા, ચોટીલા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારોમા આવી ગેરકાયદેસર ખાણ ખનીજની પ્રવૃતિઓને ડામવા માટે સરકારી વિભાગના કામ કરતા કર્મચારીઓ/અધિકારીઓની રેકી કરી તેઓના તેઓની ગતીવીધીઓ પર દેખરેખ રાખી તેઓના લોકેશનો વોટસએપ ગ્રુપમા શેર કરતા વોટસએપ ગ્રુપના એડમીનો જેમાં થાનગઢ પોલીસ સ્ટેશનના કાનાભાઇ દેવાભાઇ કમેજળીયા રહે, મનડાસર થાનગઢ, નિલેશભાઇ રઘાભાઇ કઠેસીયા રહે, સોનગઢ થાનગઢ, સોહિલભાઇ અહેમદભાઇ કલાડીયા રહે, થાનગઢ, ગોપાલભાઇ રાજેશભાઇ ડાભી રહે, રાવરાણી થાનગઢ, જયરાજભાઇ બાબભાઇ ખાચર રહે, થાનગઢ, વાઘાભાઇ રૂખડભાઇ ખટાણા રહે, વેલાળા થાનગઢ તથા સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના પંકજભાઇ મનસુખભાઇ કોઠારીયા રહે, નવી મોરવાડ ચુડા, વિક્રમભાઇ શાર્દુલભાઇ જોગરાણા રહે, જુના જશાપર સાયલા, રણછોડભાઇ અમરાભાઇ ખાંભલા રહે, રાતડકી સાયલા, મહેશભાઇ અરવિંદભાઇ ભાલાળા રહે, ગુંદીયાવડા સાયલા, ભગાભાઇ ભીમાભાઇ ચોહલા રહે, જુના જશાપર સાયલા તથા મુળી પોલીસ સ્ટેશન વિસ્તારના ભલુભાઇ (ભટુ) મનુભાઇ સારલા રહે, દેવપરા મુળી, નિલેશભાઇ ઉર્ફે લીલાભાઇ ભીમશીભાઇ લોહ રેહે, ખાખરાથલ થાન, રૂપેશભાઇ જગાભાઇ રબારી રહે, ખાખરાથલ થાન, નવઘણભાઇ ઉર્ફે ધનાભાઇ હરજીભાઇ અઘારા રહે, દેવપરા, વિષ્ણુભાઇ હેમુભાઇ અગોલા રહે, ગઢડા મુળી, ટિકુભાઇ કલાભાઇ અગોલા રહે, ગઢડા મુળી, માધુભાઇ સાર્દુલભાઇ અગોલા રહે, ગઢડા મુળી, ગીરીરાજભાઇ મકવાણા રહે, વડોદ, અરજણભાઇ સાકરીયા રહે, નાના કેરાળા, દશરથભાઇ બનેસંગભાઇ રાઠોડ રહે, હે.મોટા મઢાદ‌ તથા ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરાજભાઇ જેઠુરભાઇ ખાચર રહે, જાનીવડલા ઠે.રામજી મંદિરની બાજુમાં ચોટીલા, વિપુલભાઇ હનાભાઇ બોહકિયા રહે, દેવસર ઠે.ધાવડી માં ના મંદિર પાસે ચોટીલા, રામજીભાઇ જીવણભાઇ સુરેલા રહે, પાજવાળી ઠે.પાદરની નિશાળ પાસે ચોટીલા એમ કુલ 23 ઈસમોને પકડી પાડી સુરેન્દ્રનગર પોલીસ હેડ ક્વાટર્સ ખાતે લાવી કડક સુચના આપી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Back to top button
error: Content is protected !!