ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન

25 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત જન જાતિય ગરીમા ઉત્સવ -2026માં લોકોને એક જ જગ્યાએ તમામ લાભો મળી રહે એ માટે આયોજિત સેવા સેતું કાર્યક્ર્મ નો શુભારંભ આજ રોજ મોતીપૂરા ગામમાં માન . મામલતદાર સાહેબશ્રી વડગામના અધ્યક્ષ સ્થાને, માન . તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી ની હાજરીમાં યોજવામાં આવેલ , જેમાં આરોગ્ય વિભાગ , વડગામ દ્વારા માન. તાલુકા આરોગ્ય અધિકારીશ્રી વડગામ ડો. પ્રકાશકુમાર ચૌધરી સાહેબના માર્ગદર્શન મુજબ પ્રા. આ. કેન્દ્ર કાલેડાની આરોગ્ય ટીમ દ્વારા કાર્યક્રમમાં સમાવિષ્ટ સરકારશ્રીની વિવિધ આર્થિક સહાય યોજનાઓનાં જેવી કે આયુષ્યમાન કાર્ડ , PMVVY , JSY, નમો શ્રી વગેરે યોજનાઓ માટે લાયક સગર્ભા બહેનોના ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવેલ, તેમજ OPD માં તમામ દર્દીઓ સારવાર આપવામાં આવેલ, NCD કાર્યક્રમ અંતર્ગત ડાયાબિટીસ, બી.પી. જેવા રોગોના નિદાન અને સારવાર ની કામગીરી કરવામાં આવેલ. ટીબી મુક્ત અભિયાન 2.0 અંતર્ગત લાભાર્થીઓનું ટીબી માટે સ્ક્રીનીંગ કરવા આવેલ ,તેમજ શંકાસ્પદ વ્યક્તિઓને x-ray અને સ્પૂટમ ટેસ્ટ માટે રીફર કરવામાં આવેલ ,
આજના કાર્યક્રમ માં માન. પ્રાયોજના વહીવટદાર સાહેબશ્રી, બનાસકાંઠા હરિણી કે.આર. ( I.A.S .)એ મુલાકાત લીધેલ જેમના વરદ હસ્તે લાભાર્થીઓને PMJAY કાર્ડ વિતરણ કરવામા આવેલ.. આજ રોજની કામગીરીમાં પ્રા.આ. કેન્દ્ર કાલેડાના મેડીકલ ઓફિસરશ્રી ડો. ચિરાગ ગામી , ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય સુપરવાઈઝર શ્રી દિનેશસિંહ પરમાર, સુપરવાઈઝર શ્રી નરેશભાઈ પરમાર સહિત તમામ CHO,MPHW,FHW, અને આશાબહેનોએ કામગીરી કરી કાર્યક્રમ ને સફળ બનાવેલ.





