BANASKANTHADEODAR

દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારે હોબાળો: ભાજપના સદસ્યો અંદરોઅંદર બાખડયા, ચૂંટણી રદ થતા કોંગ્રેસે અધિકારીઓ નો ઘેરાવ કર્યો 

પ્રમુખ – ઉપપ્રમુખ ની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના એક બીજા સદસ્યો બાખડયા ભારે હોબાળો મચ્યો

 

દિયોદર તાલુકા પંચાયત સભા ખંડમાં ચૂંટણી પહેલા મામલો બિચક્યો ચૂંટણી રદ કોંગ્રેસે અધિકારીઓ નો ઘેરાવ કર્યો

પ્રતિનિધિ :દિયોદર ફોટો

અહેવાલ કલ્પેશ બારોટ

•10:30 કલાકે કોંગ્રેસના 12 સદસ્યો અને મોડે મોડે ભાજપના 10 સદસ્યો સભા ખંડ પહોંચ્યા 12 વાગે સભા શરૂ થાય તે પહેલાં ભાજપના સદસ્યો વચ્ચે બોલાચાલી થઈ

 

•છેલ્લી ઘડીએ ચૂંટણી અધિકારીએ ચૂંટણી રદ કરતા કોંગ્રેસ ના સદસ્યો અને કાર્યકરોએ હોબાળો મચાવ્યો

 

•સાસંદ ગેનીબેન ઠાકોર,પૂર્વ ધારાસભ્ય શિવા ભુરીયા ,જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત કાર્યકરો ચૂંટણી યોજવા ધરણા પર બેઠા

 

•મોજરુ બેઠક ના ભાજપ ના ઉમેદવાર સભા ખંડ છોડતા મામલો વધુ ઉર્ગ બન્યો

 

વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે સોમવારે હાઇવોલ્ટેજ ડ્રામાં સર્જાયો હતો જેમાં પ્રમુખ – ઉપપ્રમુખ પદ માટે ની ચૂંટણી ની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં સભા ખંડમાં ચૂંટણી અધિકારીઓ ની હાજરીમાં ભાજપ ના બે સદસ્યો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતા મામલો ઉર્ગ બન્યો હતો ચૂંટણી અધિકારીએ સભા સ્થગિત કર્યા બાદ ચૂંટણી રદ કરતા કોંગ્રેસ ના સદસ્યો અને સમર્થકો રોષે ભરાયા હતા જ્યાં પંચાયત કચેરી બહાર ચૂંટણી અધિકારીનો ઘેરાવ કરી દેખાવો કરતા મામલો વધુ ગરમાયો હતો પરિસ્થિત ને સાચવવા દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે પોલીસ નો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો ચૂંટણી પ્રકિયા દરમિયાન ભાજપના સદસ્યો બાખડી પડતા 20 મિનિટમાં સભા ને સમેટી દેવી પડી હતી જો કે સભા ખંડ માંથી તાલુકા પંચાયત ના ભાજપ ના 10 સદસ્યો નીકળી જતા કોંગ્રેસ ના 12 સદસ્યો અને કોંગ્રેસ ના કાર્યકરોએ જવાબદાર અધિકારીઓ સામે રોષ વ્યકત કર્યો હતો

 

•તા પંચાયત કચેરી બહાર લોકોએ ચૂંટણી અધિકારી ને ઘેર્યા પોલીસે મામલો શાંત પાડ્યો

 

તા પંચાયત કચેરીમાં પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી રદ કર્યા ની જાહેરાત કર્યા બાદ ચૂંટણી અધિકારી ડી એન કાછડ પંચાયત બહાર નીકળ્યા હતા જ્યાં રોષે ભરાયેલ લોકોએ ચૂંટણી અધિકારીની ગાડી ની હવા કાઢી નાખી હતી અને ચૂંટણી અધિકારીને ઘેરવા ના પ્રયત્નો કરતા પોલીસે ટોળા ને અલગ કરી ચૂંટણી અધિકારીને પરત પંચાયતમાં લઈ જવાની ફરજ પડી હતી

 

•કોંગ્રેસે કચેરી બહાર ધરણા કર્યા ન્યાય માટે કોર્ટ ના દ્વાર ખખડવાની આપી ચીમકી

 

તા પંચાયત ની ચૂંટણી રદ થતા કોંગ્રેસે ચૂંટણી યોજવા માંગ કરી હતી જેમાં મામલો વધુ ઉર્ગ બન્યો હોવાથી બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ,જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત,દિયોદર ધારાસભ્ય શિવા ભુરીયા અને રાજવી ગિરિરાજસિંહ વાઘેલા ,ભરતસિંહ વાઘેલા સહિત આગેવાનો દિયોદર તાલુકા પંચાયત દોડી આવ્યા હતા જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરે દિયોદર તાલુકા પંચાયત કચેરી બહાર ધરણા યોજી દેખાવો કર્યો હતો અને જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા શરૂ ના થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવા ચીમકી આપી હતી

 

•વાવ થરાદ જિલ્લા માંથી પોલીસ નો કાફલો ખડકી દેવાયો મોડી સાંજ સુધી કાર્યકરો તાલુકા પંચાયતમાં બેસી રહ્યા

 

દિયોદર તા પંચાયતમાં ચૂંટણી ને લઈ મામલો ઉર્ગ બન્યા બાદ સમગ્ર જિલ્લા માંથી પોલીસ નો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો જ્યાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી અધિકારીને નીકળવામાં આવ્યા હતા પરંતુ કોંગ્રેસ ના દિગ્ગજ આગેવાનો મોડી સાંજ સુધી તાલુકા પંચાયતમાં બેસી તંત્ર સામે વિરોધ વ્યકત કર્યો હતો

 

•કોંગ્રેસ ની સ્પષ્ટ બહુમતી સત્તા નજીક હોવા છતાં વિવાદ થી ચૂંટણી રદ કરવી પડી

 

દિયોદર તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી તા પંચાયત પર કોંગ્રેસ વિજય બને તેવા સંકેત હતા જ્યાં કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ નો માહોલ હતો જ્યાં ભાજપ ના સદસ્યો વચ્ચે વિવાદ સર્જાતા ચૂંટણી રદ કરવી પડી હતી અને કોંગ્રેસ માં નારાજગી જોવા મળી હતી

Back to top button
error: Content is protected !!