SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ

જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાણી પુરવઠાની કામગીરીની સઘન સમીક્ષા હાથ ધરાઈ

તા.25/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાણી પુરવઠાની કામગીરીની સઘન સમીક્ષા હાથ ધરાઈ, આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ – વાસ્મોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લામાં જલ જીવન મિશન, નલ સે જલ, ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના સુચારુ અમલીકરણ અંગે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી બેઠકની શરૂઆતમાં અગાઉની કાર્યવાહી નોંધને બહાલી આપ્યા બાદ, જિલ્લામાં ચાલી રહેલા, પ્રગતિ હેઠળના અને પૂર્ણ થયેલ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી કલેક્ટર દ્વારા હર ઘર જલ સર્ટિફિકેશન, ગતિ શક્તિ પોર્ટલ પર થયેલ ડેટા એન્ટ્રીની કામગીરી, જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં પીવાના શુદ્ધ પાણીની સુવિધા સુનિશ્ચિત કરવી, તેમજ પાણીની ગુણવત્તા ચકાસણી માટે FTK (ફીલ્ડ ટેસ્ટિંગ કીટ) ટેસ્ટિંગની પ્રગતિની ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું બેઠક દરમિયાન પાણી પુરવઠાને સ્પર્શતા વહીવટી અને ટેકનિકલ મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો જેમાં બાકી ઓડિટની કામગીરી, ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓમાં લાઈન લીકેજ, પમ્પિંગ મશીનરીની જાળવણી અને સંચાલન સંબંધિત અડચણો દૂર કરી સ્થાનિક પ્રશ્નોનું ઝડપી નિવારણ કરવા જણાવાયું હતું કલેક્ટરએ તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને સતત અને ગુણવત્તાયુક્ત પાણી પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું વધુમાં, ગ્રામીણ વિસ્તારોમાં પાણી અંગેની ફરિયાદો કે સમસ્યાઓના નિવારણ માટે કાર્યરત કરાયેલા ટોલ-ફ્રી નંબર 1916 પર આવતી ફરિયાદોનો સત્વરે નિકાલ કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!