RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વીરપુરની આઈ.ટી.આઈ.માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

તા.૨૫/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જેતપુર (વીરપુર) ખાતે આગામી ભરતી સત્ર-૨૦૨૬ અંતર્ગત વિવિધ કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ સંસ્થામાં હાલ કોપા (કોમ્પ્યુટર), ફિટર, વાયરમેન, ઈલેક્ટ્રિશિયન, સુઇંગ ટેક્નોલોજી (સીવણ), હેલ્થ સેનિટરી ઈન્સ્પેક્ટર અને મિકેનિક ડીઝલ જેવા વિવિધ ટ્રેડ કાર્યરત છે. જેમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો આગામી તા. ૨૩ જૂન, ૨૦૨૬ સુધીમાં આઈ.ટી.આઈ.ની વેબસાઈટ itiadmission.gujarat.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઉમેદવારોએ વધુ માહિતી મેળવવા માટે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા -જેતપુર (વીરપુર), પોલીસ સ્ટાફ ક્વાર્ટર સામે, માવતર વૃદ્ધાશ્રમની બાજુમાં, વીરપુર, તા. જેતપુર ખાતે સવારે ૦૯:૩૦ કલાકથી સાંજે ૦૫ કલાક દરમિયાન રૂબરૂ સંપર્ક કરવો અથવા સંસ્થાના ફોન નંબર ૦૨૮૨૩-૨૮૧૬૮૬ પર ફોન કરીને જરૂરી માહિતી મેળવી લેવા આઈ.ટી.આઈ., જેતપુરની અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!