SINORVADODARA

વડોદરા જિલ્લાના શિનોરમાં ગંગા દશાહરા પર્વની ભક્તિમય ઉજવણી


ફૈઝ ખત્રી…શિનોર
શિનોર ખાતે ગંગા દશાહરા પર્વ નિમિત્તે નર્મદા નદી કિનારે ભક્તિભાવથી વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. શિનોરનાં ભૂંસા ફળિયાના ઘાટ પરથી સામે કિનારા સુધી નર્મદાજીને સાડીઓની ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી.
નર્મદા ભક્તો દ્વારા માતા નર્મદાને આશરે ૮૦ જેટલી સાડી-ચુંદડી અર્પણ કરી ગંગા દશાહરા પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.
માન્યતા મુજબ જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધી ગંગા મૈયાનું પવિત્ર નીર નર્મદા નદીમાં આવતું હોય છે. આ પવિત્ર દિવસોમાં નર્મદામાં સ્નાન કરવાથી ભક્તોને દ્વિગુણ પુણ્ય અને મહિમાની પ્રાપ્તિ થાય છે.
આ પ્રસંગે ભૂંસા ફળિયાના ઘાટે મા નર્મદા અને ગંગા મૈયાની આરતી પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!