લીંબડીના આંગણવાડી કેન્દ્ર ખાતે ‘વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ’ની ઉજવણી
૫૦ જેટલી કિશોરીઓને માસિક ધર્મ અને પ્રજનન આરોગ્ય અંગે માર્ગદર્શન આપી સેનેટરી પેડ તથા હાઇજીન કીટનું વિતરણ કરાયું.

તા.26/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
૫૦ જેટલી કિશોરીઓને માસિક ધર્મ અને પ્રજનન આરોગ્ય અંગે માર્ગદર્શન આપી સેનેટરી પેડ તથા હાઇજીન કીટનું વિતરણ કરાયું, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ઘટક હેઠળ આવતા લીંબડી સેજાના આંગણવાડી કેન્દ્ર નં. ૨૬ ખાતે ચોથા મંગળવારની ઉજવણીના ભાગરૂપે “વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓમાં માસિક સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવા તેમજ તેમને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા પૂરી પાડવાનો હતો આ ઉજવણી દરમિયાન ૧૫ થી ૧૮ વર્ષની અંદાજિત ૫૦ જેટલી કિશોરીઓને માસિક સ્વચ્છતા અને આરોગ્ય અંગે માહિતગાર કરવા માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું આ પ્રવૃત્તિઓ અંતર્ગત કિશોરીઓ દ્વારા લાલ અને સફેદ રંગના મોતીમાંથી સુંદર બ્રેસલેટ બનાવવામાં આવ્યા હતા આ ઉપરાંત, હાથ પર ‘રેડ ડોટ સર્કલ’ દોરીને તથા ‘એપ્રન મોડેલ’ના માધ્યમથી માસિક પ્રક્રિયા અને પ્રજનન આરોગ્ય વિશે અત્યંત સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી વિષયની વૈજ્ઞાનિકતા સમજાવવા માટે ટીવીના માધ્યમથી માસિક સ્વચ્છતા અને પ્રજનન આરોગ્ય સંબંધિત શૈક્ષણિક વીડિયો ક્લિપ પણ દર્શાવવામાં આવી હતી આરોગ્ય તપાસના ભાગરૂપે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કિશોરીઓના વજન અને ઊંચાઈનું માપન કરાયું હતું તદુપરાંત તમામ ૫૦ કિશોરીઓને પ્રોત્સાહિત કરવા સેનેટરી પેડ તથા સ્વચ્છતા હાઇજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ સી.ડી.પી.ઓ. મેડિકલ ઓફિસર, મહિલા અને બાળ વિકાસ વિભાગના બ્લોક કોઓર્ડિનેટર, મુખ્ય સેવિકાબેન, પીએચસી ઇન્સ્પેક્ટર તથા આંગણવાડી કાર્યકર બહેનોની પ્રેરક ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.



