RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: આઈ.ટી.આઈ. રાજકોટમાં પ્રવેશોત્સવ ૨૦૨૬ : ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ

તા.૨૬/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: યુવાનોને ટેકનોલોજીના યુગમાં આત્મનિર્ભર બનવાની તક પૂરી પાડતી સરકારી આઈ.ટી.આઈ. રાજકોટ આજીડેમ ખાતે શૈક્ષણિક પ્રવેશોત્સવ ૨૦૨૬ અંતર્ગત ઓનલાઇન એડમિશન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરાઇ છે.

પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ આજી ડેમ પાસે, ભાવનગર રોડ સ્થિત આઈ.ટી.આઈ. રાજકોટની સવારે ૦૯:૦૦થી સાંજના ૦૫:૦૦ કલાક દરમિયાન રૂબરૂ મુલાકાત લઈ શકે છે.

ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટ ખાતે ઉદ્યોગોની વર્તમાન માગને અનુરૂપ ૧ વર્ષ અને ૨ વર્ષના સમયગાળાના વિવિધ ટેકનિકલ અને વ્યવસાયિક કોર્સ ચલાવવામાં આવે છે, જેમાં ધોરણ ૮, ૯ અને ૧૦ પાસ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકે છે. સંસ્થા ખાતે હાલમાં મેકેનિક મોટર વ્હિકલ, ફિટર, ટર્નર, સર્વેયર, ઇલેક્ટ્રોનિક્સ મેકેનિક, ડ્રાફ્ટસમેન મેકેનિક, ઇલેક્ટ્રીશિયન, કોપા (કમ્પ્યુટર), સુઇંગ ટેકનોલોજી, પ્લમ્બર, વેલ્ડર, ટૂ-વ્હીલર ઓટો રીપેરર, હેર એન્ડ સ્કીન કેર, સોલાર ટેકનિશિયન, મેકેનિક ડીઝલ અને હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર જેવા રોજગારલક્ષી કોર્સ કાર્યરત છે.

પ્રવેશ પ્રક્રિયા અંગેની વધુ વિગતો મેળવવા તેમજ ઓનલાઇન ફોર્મ ભરવા માટે લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોને ગુજરાત સરકારની અધિકૃત વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in ની મુલાકાત લેવા સંસ્થાના આચાર્યશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!