
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
LCBનો સપાટો : બાયડના બોરલ ગામેથી હાઉસ રેડ દરમિયાન લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
અરવલ્લી જિલ્લાના બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારના નારાજીના મુવાડા (બોરલ) ગામની સીમમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે હાઉસ રેઈડ દરમિયાન મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે

LCBને મળેલી બાતમીના આધારે પોલીસે રાયમલસિંહ મંગલસિંહ ઝાલાના રહેણાંક ઘર નજીક દરોડો પાડ્યો હતો. દરમિયાન ઘરની દિવાલ પાસે લાકડા અને ઘાસચારાની આડમાં સંતાડી રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી દારૂ અને બિયરની કુલ ૨૩૮૨ બોટલ/ટીન સહિત અંદાજે રૂ. ૮,૨૬,૮૨૦નો પ્રોહી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ મામલે જશવંત ઉર્ફે બોબો મહેન્દ્રસિંહ ઝાલા રહે. નારાજીના મુવાડા (બોરલ), તા. બાયડ સામે બાયડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી હાલ ફરાર હોવાથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.આ સમગ્ર કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB PI એમ.એચ. ઝાલા, PSI પી.પી. સોલંકી, PSI વી.ડી. વાઘેલા તથા ટીમ દ્વારા કરવામાં આવી હતી.





