RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: નગર રચના યોજના નં-૪૩ વાજડીવડની આખરી યોજના જાહેર કરાઈ

તા.૨૬/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અપીલકર્તાઓ ૩૦ દિવસમાં નિર્ણય સામે અપીલ કરી શકશે

Rajkot: રાજકોટના નગર રચના યોજનાના નગર રચના અધિકારીશ્રી, નગર નિયોજક-૧ દ્વારા યોજના નં-૪૩ વાજડીવડની આખરી યોજના અંગેના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. જે અન્વયે નિયોનુસાર, જે તે પ્લોટ માટે લેવાયેલા નિર્ણયોના ઉતારા, નમૂનો ‘‘ડ’’ મુજબ, નગર રચના યોજના નં-૪૩ (વાજડીવડ)માં આવતી દરેક મિલકતોના માલિકોને પહોંચાડવાની તજવીજ કરવામાં આવી રહી છે.

આ નિર્ણયોથી અસંતોષ થયો હોય તેવી હિતસંબંધ ધરાવતી વ્યક્તિ-માલિકોને નિર્ણયોના ઉતારાની નકલ મળ્યેથી એક માસની અંદર, અપીલપાત્ર નિર્ણયોની સામે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત બોર્ડ ઑફ અપીલના પ્રમુખશ્રી, બોર્ડ ઓફ અપીલની કચેરી, (સી/ઓ, મુખ્ય નગર નિયોજકશ્રીની કચેરી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે, ચ-૩, ક્રોસ રોડ, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર)ને જરૂરી કોર્ટ ફીનો સ્ટેમ્પ લગાવી ત્રણ નકલમાં લેખિત અપીલ અરજી કરી શકશે.

ગુજરાત નગર રચના યોજના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૫૩ મુજબ, ન.ર.યો.ના કેટલાક નિર્ણયો છેવટના છે, જ્યારે કલમ-૫૪ મુજબ કેટલાક નિર્ણયો કલમ-૫૫ મુજબ રચાતા અપીલ બોર્ડ સમક્ષ અપીલને પાત્ર છે.

તૈયાર આખરી નગર રચના યોજનાની સંપૂર્ણ માહિતી, નકશાઓ તેમજ નિર્ણયોની એક નકલ નિરિક્ષણ માટે, નગર રચના અધિકારીની કચેરી, નગર નિયોજક-૧, રાજકોટ નગર રચના યોજના-રાજકોટ, આર.એમ.સી. મલ્ટીએક્ટિવિટી સેન્ટર, પ્રથમ માળ, નાના મવા સર્કલ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવી છે, તેમ નગર રચના અધિકારી શ્રી એમ.આર. મોણવેલવાલાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!