
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના નેજા હેઠળ GSET ની પરીક્ષામાં 300 માંથી 280 માર્કસ લાવી ઇતિહાસ રચનાર ખેરગામ શામરા ફળીયાનો યુવક હેમ નરેશભાઈ પટેલ,43 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં 118 કિલોગ્રામ વજન ઉપાડી સુવર્ણચંદ્રક જીતનાર ઘેજ ગામની યુવતી ભૂમિ હેમંતભાઈ પટેલ અને છતીસગઢમાં ગુજરાતની ટીમને ભવ્ય વિજય અપાવનાર પેલાડી ભૈરવીના કેપ્ટન આર્યન રણજીતભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો મુકેશ પટેલ,રાકેશ પટેલ,અનિલ પટેલ,કમલ પટેલ,જીજ્ઞેશ પ્રધાન,શૈલેષ પટેલ સભ્ય,હિતેશ પટેલ વેણ ફળીયા,તિલક પટેલ,કાર્તિક પટેલ,ભાવેશ પટેલ,ભાવિન પટેલ,દલપત પટેલ,બ્રિજેશ,શેખર,શશીન,દાનેસ,કેતન,પ્રતીક,સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પોતાના સંઘર્ષઓને યાદ કરતા હેમ પટેલ ભાવુક બન્યા હતા.પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે તમામ તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવતા યુવાનોને સંદેશ આપતાં જણાવ્યું હતું કે વ્યસનમુક્ત અને ફિટનેસપ્રેમી બનવાની સાથે સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો એ વાત તમામ યુવાનોએ સારી રીતે સમજવી પડશે.




