CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારીનાં અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સૂન પુર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ હતી

તા.28/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને આગામી ચોમાસા સત્ર- 2026 ની પ્રિ-મોન્સૂન પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ હતી બેઠકમાં ચોમાસા દરમિયાન સંભવિત કુદરતી આપત્તિઓ સામે અસરકારક રાહત, બચાવ અને પ્રતિસાદ કામગીરી સુનિશ્ચિત થાય તે માટે વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી બેઠક દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ રાહત અને બચાવ કામગીરી, ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થા, વિભાગો વચ્ચે સંકલન તથા આપત્તિ સમયે ત્વરિત કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી મામલતદાર કચેરી ચોટીલા ખાતે કાર્યરત ડિઝાસ્ટર શાખા ખાતે ઉપલબ્ધ સાધન સામગ્રી જેવી કે લાઇફ જેકેટ, બોયા, દોરડા, વરસાદ માપક યંત્ર સહિતની બચાવ કામગીરી માટેની સામગ્રીની ઉપલબ્ધતા તથા તેની સજ્જતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી સંભવિત અસરગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારોની ઓળખ કરી સ્થળાંતર આયોજન, આશ્રય સ્થાનોની ઓળખ, ટેમ્પરરી પ્લાન, રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી ટીમોની રચના તથા વિભાગવાર જવાબદારીઓ નક્કી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી પી.જી.વી.સી.એલ. વિભાગને વરસાદ કે કુદરતી કારણોસર વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તે માટે આગોતરી ટીમો તૈયાર રાખવા તથા જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી હતી તેમજ સરકારી ગોડાઉનમાં અનાજનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવશ્યક દવાઓ, મેડિકલ સ્ટાફ અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહે તે માટે સંબંધિત વિભાગોને આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી આ ઉપરાંત કોઝ-વે વિસ્તારમાં ચેતવણીના સાઇનબોર્ડ લગાવવા, નગરપાલિકા વિસ્તારમાં જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા, જર્જરિત બિલ્ડિંગોનો ઉપયોગ ટાળવા, પાણી નિકાલ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, વૃક્ષો પડવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં આગોતરી કામગીરી કરવા તથા ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થા સજ્જ રાખવા સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ તમામ વિભાગોને ચોમાસા પૂર્વેની કામગીરી સમયમ ર્યાદામાં પૂર્ણ કરી આપત્તિ સમયે ઝડપી અને અસરકારક કામગીરી સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી ચોટીલા, ચીફ ઓફિસર નગરપાલિકા ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા, પીઆઇ આણંદપુર (ભા), તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચોટીલા, અધિક્ષક સામુહિક આરોગ્ય કેન્દ્ર ચોટીલા, તાલુકા હેલ્થ ઓફિસર ચોટીલા, નાયબ કાર્યપાલક ઇજનેર (પી.જી.વી.સી.એલ.) ચોટીલા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચોટીલા, સંકલિત બાળ વિકાસ અધિકારી ચોટીલા, નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પંચાયત વિભાગ (પંચાયત) સુરેન્દ્રનગર, નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) સુરેન્દ્રનગર, મદદનીશ ખેતી નિયામક ચોટીલા તથા વેટરનરી ઓફિસર પશુ ચિકિત્સક દવાખાનું ચોટીલા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!