MAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરની અધ્યક્ષતામાં ‘મિશન શક્તિ’ યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ ***

મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરની અધ્યક્ષતામાં ‘મિશન શક્તિ’ યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ
***
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘મિશન શક્તિ’ યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલા સુરક્ષા સેવાઓની ઝીણવટભરી સમીક્ષા બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ જિલ્લામાં કાર્યરત ‘181’ અભયમ મહિલા હેલ્પ લાઈન, સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લામાં ‘મિશન શક્તિ’ અંતર્ગત થયેલા વિવિધ જાગૃતિ કાર્યક્રમોની પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાન હેઠળ મહિલા શિક્ષણ, સાયબર સિક્યોરિટી અંગેની સાવચેતી, આત્મરક્ષણ (સેલ્ફ ડિફેન્સ) ની તાલીમ અને પોસ્કો (POCSO) એક્ટ અંગે ગ્રામ્ય સ્તર સુધી કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

આ મહત્વની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સંલગ્ન વિભાગના વડાઓ અને કર્મચારીઓએ પણ હાજરી આપી હતી.

Back to top button
error: Content is protected !!