GUJARATKUTCHMANDAVI

કોડાય વિસ્તારમાં વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ ભુજ કચ્છ.

“પશ્ચિમ કચ્છ જીલ્લા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ કિં.રૂ.૧,૫૭,૧૩૮/- સહિત કુલ્લે રૂ.૧૧,૬૨,૧૩૮/- નો મુદ્દામાલ ઝડપાયો

વાત્સલ્યમ્ સમાચાર.

ક્રાઇમ રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૩૦ મે :- એલસીબી પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ કર્મચારીઓ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન સ્ટાફ નાં માણસો ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ઘનશ્યામ હીરજી હાલાઈ રહે.કોડાય તા.માંડવી વાળો પોતાના કબ્જાની આઈસર ટેમ્પાથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો બહારથી લઈ આવેલ અને હાલ તે કોડાય ગામથી માંડવી તરફ માલ સગેવગે કરવા જવાનો છે. જે હકીકત આધારે તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૪૩ તથા અલગ અલગ કંપનીના બિયર ટીન નંગ-૨૪૦ તથા ૧૮૦ એમ.એલ.ના ક્વાટર નંગ-૧૯૬ જે તમામની કિં.રૂ. ૧,૫૭,૧૩૮/- આઈસર કંપનીનો એક ટેમ્પો કિં.રૂ. ૧૦,૦૦,૦૦૦/-,મોબાઈલ ફોન નંગ-૦૧ કિં.રૂ. ૫,૦૦૦/- એમ કુલ કબજે કરેલ મુદ્દામાલ રૂપિયા -૧૧,૬૨,૧૩૮.નુ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી કોડાય પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૯૧/૨૦૨૬ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટની કલમ કલમ-૬૫(એ)(ઈ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ કોડાય પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

પકડાયેલ આરોપી: – ઘનશ્યામ હિરજીભાઈ હાલાઈ (પટેલ) (ઉ.વ.-૩૮)ધંધો-ખેતી રહે.કોડાય વાડી વિસ્તાર તા.માંડવી

પકડવાનો બાકી આરોપી :- શિવમ જાદવ રહે.તલાસરી મહારાષ્ટ્ર.

Back to top button
error: Content is protected !!