KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ઘુસર ભૈરવની મુવાડી ગામે પારિવારિક અદાવતમાં દંપતી પર લાકડીઓ વડે જીવલેણ હુમલો, ચાર સામે ગુનો દાખલ.

 

તારીખ ૩૦/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર પોલીસ સ્ટેશન હેઠળના કાલોલ તાલુકાના ગુસર ભૈરવની મુવાડી ગામે જૂની પારિવારિક અદાવત રાખી એક જ પરિવારના ચાર લોકોએ ભેગા મળીને દંપતી પર લાકડીઓ અને ગડદાપાટુનો ક્રૂર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને ગોધરા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. વેજલપુર પોલીસે આ અંગે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ, ગુસર ભૈરવની મુવાડી ગામમાં રહેતા હંસાબેન મુકેશભાઈ બારિયા (ઉં.વ. ૩૦) એ તેમના જ કાકાજી સસરા અને તેમના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આશરે દોઢ મહિના પહેલાં તેઓને કાકાજી સસરાના પરિવાર સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેમાં બાદમાં સમાધાન થઈ ગયું હતું. જોકે, સામાવાળા પક્ષે મનમાં અદાવત રાખી મૂકી હતી ગત તારીખ ૨૭/૦૫/૨૦૨૬ના રોજ રાત્રે આશરે સાડા નવેક વાગ્યે હંસાબેનના પતિ મુકેશભાઈ ગામમાં નીકળ્યા ત્યારે પાડોશમાં જ રહેતા કાકાજી સસરા વિઠ્ઠલભાઈ શનાભાઈ બારિઆ, લીલાબેન વિઠ્ઠલભાઈ બારિઆ અને તેજલબેન લાલાભાઈ બારિઆએ તેમને રોકીને ગાળાગાળી શરૂ કરી દીધી હતી અને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.જ્યાં બુમાબુમ સાંભળીને હંસાબેન દોડી આવ્યા ત્યારે આરોપી લાલાભાઈ વિઠ્ઠલભાઈ બારિઆ હાથમાં લાકડી લઈને ધસી આવ્યો હતો અને મુકેશભાઈને માથા તેમજ શરીરે લાકડીના ફટકા માર્યા હતા. પતિને બચાવવા વચ્ચે પડેલા હંસાબેન પર પણ વિઠ્ઠલભાઈએ લાકડી વડે હુમલો કરી જમણા હાથે અને ડાબા પગે ઈજાઓ પહોંચાડી હતી. આસપાસના લોકો દોડી આવતા ચારેય આરોપીઓ દંપતીને “જાનથી મારી નાખીશું” તેવી ધમકીઓ આપતા નાસી છૂટ્યા હતા.ઇજાગ્રસ્ત પતિ હોસ્પિટલમાં દાખલ, પોલીસ તપાસ શરૂ, હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં દંપતીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હંસાબેનને પ્રાથમિક સારવાર આપી રજા અપાઈ હતી, જ્યારે ગંભીર ઈજાઓ હોવાથી તેમના પતિ મુકેશભાઈને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પતિની સારવારમાં રોકાયેલા હોવાના કારણે હંસાબેને તા-૨૯/૦૫/૨૦૨૬ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશને હાજર થઈને ફરિયાદ નોંધાવી છે.વેજલપુર પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને જી.પી.એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!