KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ બસ સ્ટેશન પાસે ટ્રક-બુલેટ અકસ્માત: સુરેલી ગામના સરપંચ ભારતસિંહ ચૌહાણનું ઘટનાસ્થળે જ મોત.

 

તારીખ ૩૦/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ બસ સ્ટેશન પાસે આજે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સુરેલી ગ્રામ પંચાયતના સરપંચ ભારતસિંહ પર્વતસિંહ ચૌહાણ (ઉંમર વર્ષ ૫૭) નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર પંચમહાલ પંથક અને પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે.મળતી માહિતી મુજબ, સુરેલી ગામના સરપંચ ભારતસિંહ ચૌહાણ પોતાના કબ્જાનું બુલેટ મોટરસાયકલ (નંબર GJ-17-BS-1147) લઈને મંજુસર જી.આઈ.ડી.સી. માં સેકન્ડ શિફ્ટની નોકરી પર જવા નીકળ્યા હતા. બપોરના આશરે ૧:૩૫ વાગ્યાના સુમારે તેઓ કાલોલ બસ સ્ટેશન પાસે બસોના આવવા-જવાના ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ગોધરા તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક ટ્રક (નંબર GJ-31-T-5931) ના ચાલકે બુલેટને બાજુમાંથી જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા.ટક્કર એટલી પ્રચંડ હતી કે ભારતસિંહ રોડ પર ફંગોળાયા હતા અને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતક ભારતસિંહ સુરેલી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે કાર્યરત હોવાથી અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસર્યા હતા. કાલોલ તાલુકાના રાજકીય અને સામાજિક અગ્રણી નેતાઓ તાત્કાલિક ઘટનાસ્થળે, કાલોલ રેફરલ હોસ્પિટલ તેમજ કાલોલ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા.મૃતકના નાના ભાઈ અર્જુનસિંહ પર્વતસિંહ ચૌહાણે કાલોલ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ફરાર ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. કાલોલ પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૨૮૧, ૧૦૬(૧) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭ scrub, ૧૮૪, ૧૮૭ હેઠળ ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ કેસની વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!