SAYLA

સાયલા વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસે સાયલા વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપી પાડ્યો.સાંગોઈ ગામની સીમમાંથી દેશી દારૂ પર લીંબડી પોલીસે કરી આકસ્મિક રેડ.પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લિંબડી પોલીસે દેશી દારુ પર દરોડો પાડયો.દેશી દારૂ સહિત બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા.જેમાં તપાસ કરતા આથો,ગોળ લાટો, મોબાઈલ સહિત ૬૭,૬૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો.સાંગોઈ ગામના મધુભાઈ દાદભાઈ ખાચર ,દિવ્યરાજભાઈ ખાચર આરોપી હોવાનુ ખુલ્યું.બંને ઈસમો વિરુદ્ધ પ્રોહીબિશન ધારા મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઝડપાયેલ તમામ મુદ્દામાલ ધજાળા પોલીસ સ્ટેશન ખાતે હવાલે કર્યો.અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!