દિયોદરમાં હાઇવોલ્ટેજ ડ્રામા નો અંત કોંગ્રેસ જંગી બહુમતી થી વિજય ભવઃ બની
ચોથી ચુંટણી સભામાં કોંગ્રેસ ને બહુમતી મળી પ્રમુખ – ઉપપ્રમુખ ચૂંટાયા
- દિયોદરમાં હાઇવોલ્ટેજ ડ્રામા નો અંત કોંગ્રેસ જંગી બહુમતી થી વિજય ભવઃ બની

oplus_0
પ્રતિનિધિ : દિયોદર ફોટો. અહેવાલ કલ્પેશ બારોટ
•પાંચ દિવસ સુધી વિખવાદમાં ઘેરાયેલી સભા 15 મિનિટમાં શાંતિપૂર્ણ માહોલમાં મળી પંચાયત બહાર કોંગ્રેસે જિંદાબાદના નારા લગાવ્યા
•પ્રમુખ પદે મહિલા પ્રભાતબાઈ વાઘેલા ઉપપ્રમુખ પદે પાનાબેન ઠાકોર મળ્યા મહિલા નો દબદબો
•કોંગ્રેસે છેલ્લી ઘડી સુધી સદસ્યો સાચવી રાખ્યા ભાજપ ની તોડજોડ ની નીતિ ના ચાલી
•વિવાદિત ચૂંટણી અધિકારી ની હાજરીમાં બેઠક મળી સર્ગભા મહિલાની બહાદુરીએ કોંગ્રેસ ને વિજય બનાવી
વિવાદિત દિયોદર તાલુકા પંચાયતમાં શનિવારે પ્રમુખ – ઉપપ્રમુખ પદ ની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાતા પાંચ દિવસથી ચાલતો હાઇવોલેટેજ ડ્રામા નો અંત આવ્યો હતો કોંગ્રેસ સદસ્યોએ મક્કમતા થી કોંગ્રેસ સાથે રહી કોંગ્રેસ તરફી મતદાન કરી આંગળી ઉંચી કરતા ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ને વિજય ઘોષિત કર્યા હતા જેમાં પ્રમુખ પદે પ્રભાતબાઈ મફતસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ પદે પાનાબેન ચાવડા ની નિમણૂક કરાઈ હતી તાલુકા પંચાયત પર ફરી એક વખત મહિલાનો દબદબો જોવા મળ્યો હતો
25 મે ના રોજ યોજાનાર ચૂંટણી વિખવાદમાં ઘેરાયેલી જોવા મળ્યા બાદ 30 મે ના રોજ પાંચ દિવસ સુધી ચાલી રહેલ રાજકીય હાઇવોલ્ટેજ ડ્રામા નો અંત દેખાયો શનિવારે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 11: 00 કલાકે તાલુકા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસના 12 સદસ્યો અને ભાજપના 10 સદસ્યો ને લાવવામાં આવ્યા હતા શરૂઆત માં તમામ સદસ્યો ને પંચાયત કચેરી ખાતે સભાખંડમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં થોડી વારમાં પોલીસ સાથે ચૂંટણી અધિકારી આવી પહોંચ્યા હતા અને સભા ની શરૂઆત થઈ હતી 15 મિનિટ સુધી ચાલેલી સભામાં કોંગ્રેસ પક્ષમાંથી બહુમતી સાથે પ્રમુખ પદે પ્રભાતબાઈ મફતસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ પદ માટે પાનાબેન ચાવડા ને વિજય જાહેર કર્યા ની જાહેરાત કરાઇ હતી કોંગ્રેસ પક્ષ વિજય ઘોષિત થતા કાર્યકરોએ કચેરી બહાર કોંગ્રેસ જિંદાબાદ ના નારા લગાવ્યા હતા વિજેતા ઉમેદવારે તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ પક્ષના તમામ 12 સદસ્યો ને વિજય ઉત્સવ માટે આદર્શ હાઈસ્કુલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફુલહાર પહેરાવી વિજય ઉત્સવ ઉજવ્યો હતો હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે ચૂંટણી નું પરિણામ કોંગ્રેસ તરફી આવતા સમગ્ર જિલ્લામાં કોંગ્રેસમાં ઉત્સવ જોવા મળ્યો હતો
• ભાજપે દિયોદર વિધાનસભા ની બે તાલુકા પંચાયત સીટ ગુમાવી હવે આગામી ચૂંટણી પર નજર
ભાજપ નો ગઢ ગણાતી દિયોદર અને લાખણી તાલુકા પંચાયત પર હવે કોંગ્રેસે સત્તા મેળવી છે દિયોદર વિધાનસભા વિસ્તારમાં આવતી બંને તાલુકા પંચાયત પર કોંગ્રેસ નો દબદબો યથાવત જોવા મળ્યો હતો કોંગ્રેસ ની ભવ્ય જીત પાછળ ભાજપ નું ગણિત ફેલ થયું હતું જો કે હવે આગામી વિધાનસભા નું પરિણામ પણ બદલાય તેવા સંકેત આ ચૂંટણી માં જોવા મળ્યા હતા
• મીડિયા ને કવરેજ કરવા જતા રોક્યા પછી જવા દીધા
હાઇવોલ્ટેજ ડ્રામા થી ઘેરાયેલ દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે 10: 00 કલાકે સમગ્ર સ્થાનિક મીડિયા અને જિલ્લા નું મીડિયા ઉમટી પડ્યું હતું ક્યાંક મીડિયા ને ગેટ અંદર જવા દેવા રોક્યા હતા પરતુ થોડી રઝકત બાદ મીડિયા ને પ્રવેશ આપવામાં આવ્યો હતો જ્યાં જવાબદાર તંત્ર સામે પણ નારાજગી મીડિયા કર્મીઓ એ વ્યક્ત કરી હતી
• સર્ગભા મહિલા સદસ્ય કિંજલ ઠાકોર ની હિંમત ને બિરદાવી કોંગ્રેસ બાળક ના શિક્ષણ નો ખર્ચ ઉઠાવશે
આખી રસાકસી ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં રહેલ જાડા બેઠક ની સર્ગભા મહિલા સદસ્ય કિંજલબેન ઠાકોર ની પીડા સામે મક્કમ બળ ને કોંગ્રેસે અને સ્થાનિક લોકોએ બિરદાવી હતી છેલ્લી ઘડી સુધી સર્ગભા સદસ્ય મહિલા હિંમત સાથે કોંગ્રેસ પક્ષ સાથે વફાદાર તરીકે ઉભી રહી હતી જે હિંમત ને સૌ કોઈએ બિરદાવી હતી કિંજલબેન ઠાકોર ના પોખે જે સંતાન જન્મે જેનો શિક્ષણ નો તમામ ખર્ચ પૂર્વ ચેરમેન કોંગ્રેસ આગેવાન નરસિંહભાઈ દેસાઈએ ઉઠાવવાની જાહેરાત કરી હતી
•આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે ડ્રામા ચાલ્યો કોંગ્રેસ બહુમતી થી આગળ વધી
ચૂંટણી ની શરૂઆત થી દિયોદરમાં રાજકારણ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે ચૂંટણી નો ડ્રામા ચાલ્યો હતો જેમાં તોડજોડ ની નીતિ સદસ્યો ને મોટી રકમ થી ખરીદવાના ખોટી લાલચો આપવાની આક્ષેપબાજી ના નિવેદનો વચ્ચે કોંગ્રેસ શરૂઆત થી બહુમતી થી આગળ ચાલી હતી અને લાખણી સીટ કબ્જે કર્યા બાદ દિયોદર તાલુકા પંચાયત પર કબજો મેળવ્યો હતો જેમાં સ્થાનિક નેતાઓ ની મહેનત રંગ લાવી હતી
•પ્રદેશ પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગી દિગ્ગજ નેતાઓના દિયોદરમાં ધામા
છેલ્લી ઘડીએ ચૂંટણી માં હાઇવોલેટેજ ડ્રામા સર્જાતા અને કંઈક ના કંઈક કારણસર ચૂંટણી ના થતા છેલ્લી ઘડીએ કોંગી નેતાઓ ના ધામા દિયોદરમાં જોવા મળ્યા હતા બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર,ગુજરાત પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત,કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર,સહિત તાલુકા બહાર ના આગેવાનો દિયોદર પહોંચ્યા હતા અને જરૂરી માહિતી મેળવી પ્રદેશ સુધી મોકલી હતી અને કોંગ્રેસ ને બહુમતી સાથે જીત મેળવી હતી
•સ્થાનિક આગેવાનો મક્કમતા અને હિંમત થી લડ્યા લોકશાહી ને બચાવવા કોંગ્રેસ સફળ બન્યું
વિખવાદ વચ્ચે દિયોદર કોંગ્રેસ ના કાર્યકરો ની પણ સોશિયલ મીડિયા પર અભિનંદન થી વર્ષા થઈ હતી સ્થાનિક આગેવાનો એક થઈ ખરાખરી ના જંગ વચ્ચે મક્કમતા અને હિંમત થી ઉભા રહ્યા હતા જ્યાં લોકશાહી ને બચાવવા તેમની હિંમત ને સૌ કોઈએ બિરદાવી હતી તોડજોડ ની નીતિ વચ્ચે પણ કોંગ્રેસે પોતાના 12 સદસ્યો ને સાચવવા સફળ બન્યા હતા



