કાલોલમાં અચાનક રાત્રીના દોઢ વાગ્યાના સુમારે વિજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.

તારીખ ૩૧/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ મોડી રાત્રીના સમયે કાલોલ શહેર સહિત તાલુકાના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો જ્યાં અચાનક કડાકા ભડાકા અને ભારે પવનના સૂસવાટા સાથે વરસાદી ઝાપટાં પડતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી કાલોલ શહેર સહિત તાલુકાના વિસ્તારોમાં તાપમાન સતત ઊંચું રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે રાતના દોઢ વાગ્યાના અરસામાં વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરી દીધી છે ત્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જ્યાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદી ઝાપટાં પડતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન સતત ઊંચું રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે રાતના સમયે વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરી દીધી છે. જ્યાં કાલોલ પંથકના વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને ગરમીનો પ્રકોપ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહેલા લોકોને વરસાદથી રાહત મળી હતી. જ્યાં ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સાથે કાલોલ શહેર વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉપરાંત તાલુકામાં વરસાદી ઝાપટાં પડતાં જ કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે પડેલા વરસાદે સમગ્ર વિસ્તારમાં વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું જ્યાં હવામાનમાં આવેલા આ બદલાવથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. વરસાદને કારણે ગરમીનું પ્રમાણ ઘટયું છે અને આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.







