MORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેરના ચંદ્રપુરમાં જાહેરમાં જુગાર રમતા ૫ પત્તાપ્રેમીઓ રોકડ સાથે ઝડપાયા

 

WAKANER:વાંકાનેરના ચંદ્રપુરમાં જાહેરમાં જુગાર રમતા ૫ પત્તાપ્રેમીઓ રોકડ સાથે ઝડપાયા

વાંકાનેર સિટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચંદ્રપુર ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર સિટી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે ચંદ્રપુર ગામની સીમમાં કેટલાક ઈસમો એકઠા થઈને હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડતા જુગાર રમતા પાંચ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

ઝડપાયેલા આરોપીઓ ૧. અજમલભાઈ મામદભાઈ પીંડાર (ઉં.વ. ૨૧) ૨. રફીકભાઈ ઉસ્માનભાઈ બાદી (ઉં.વ. ૩૦) ૩. મયુદીનભાઈ અબ્દુલભાઈ પીંડાર (ઉં.વ. ૩૨) ૪. જુનેજભાઈ અમીભાઈ પીંડાર (ઉં.વ. ૩૨) ૫. ઇસ્માઇલભાઈ અલીભાઈ કડીવાર (ઉં.વ. ૪૬) (તમામ રહેવાસી: ચંદ્રપુર, તા. વાંકાનેર)પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૧૪,૧૦૦ ની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!