THARADVAV-THARAD

અધિકમાસ નિમિત્તે મહાવીર ગ્રુપ થરાદ દ્વારા જરૂરિયાતમંદોને કપડાંનું વિતરણ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ ખાતે અધિકમાસના પાવન અવસરે મહાવીર ગ્રુપ થરાદ દ્વારા માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા જરૂરિયાતમંદ લોકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ સુધી સહાય પહોંચાડવાના હેતુથી આયોજિત આ સેવાકીય કાર્યક્રમને લોકો દ્વારા સરાહના મળી હતી.

 

મહાવીર ગ્રુપ થરાદ દ્વારા સમયાંતરે વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ગ્રુપના સભ્યો હંમેશા માનવસેવા અને સમાજ કલ્યાણના કાર્યોમાં અગ્રેસર રહેતા આવ્યા છે.

 

આ કપડાં વિતરણ કાર્યક્રમમાં મહાવીર ગ્રુપ થરાદના પ્રમુખ રાજેશભાઈ જોષી (નાનોલ), અરવિંદભાઈ પુરોહિત, ભવનસિંહ સોઢા, જગદીશભાઈ જોષી, પિન્ટુભાઈ પ્રજાપતિ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

 

ઉપરાંત, નવીનભાઈ ચૌધરી (આનંદ ક્લિનિક, થરાદ)એ પોતાનો જન્મદિવસ આ સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવીને સમાજ પ્રત્યેની સંવેદના વ્યક્ત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે હેતલબેન પંચાલનો પણ નોંધપાત્ર ફાળો રહ્યો  હતો.

Back to top button
error: Content is protected !!