MORBI:નાની કેનાલ રોડ ઉપર ડિવાઇડર માં વિજપોલ ઉભા કરાતા વિવાદ સર્જાયો! હંગામી ધોરણે વિજપોલ ઉભા કરવામાં આવ્યા છે! શંકા નું સમાપન થયું!







MORBI:નાની કેનાલ રોડ ઉપર ડિવાઇડર માં વિજપોલ ઉભા કરાતા વિવાદ સર્જાયો! હંગામી ધોરણે વિજપોલ ઉભા કરવામાં આવ્યા છે! શંકા નું સમાપન થયું!



(રીપોર્ટ:- શ્રીકાંત પટેલ- ) મોરબી માં નાની કેનાલ રોડ ઉપર હાલમાં રોડ નું નવસર્જન કામ ચાલી રહ્યું છે અને વચ્ચે મુકવામાં આવેલ ડીવાઈડર માં વિજપોલ ઉભા કરવામાં આવી રહ્યા હતા અને જો તે વિજપોલ ઉભા રહે તો રોડ ની ડીઝાઈન બગડી જાય તેમ છે એટલે કેનાલ રોડ નાં કોર્પોરેટર નેં જાણ કરવામાં આવતા તુરંત જ મહેન્દ્રભાઈ સવસાણી નાની કેનાલ રોડ ઉપર પહોંચી ગયા હતા લોકો ની વાતો સાંભળી ને તુરંત જ લાગતા વળગતા તંત્ર નેં ફોન કરીને આ વિજપોલ ઉભા કરવા નું કારણ પુછતાં તંત્ર એ જણાવ્યું હતું કે બીજી બાજું નાં રોડ નું કામ શરૂ કરવાનું છે જેમાં વિજપોલ નડતરરૂપ છે એટલે રોડ વચ્ચે નાં ડીવાઈડર માં હંગામી ધોરણે વિજપોલ ઊભા કરીને ત્યાં નાં લોકોને વિજ પુરવઠો પુરો પાડી શકાય. રોડ નું કામ પુરૂ થાય એટલે આ વિજપોલ કાઢી નાખવા માં આવશે તેવું જણાવ્યું હતું. એટલે શંકા નું સમાધાન થઈ ગયું હતું. આ ઉપરાંત સ્થાનિક લોકો એ પાણી સમસ્યા સહિત આઠ જેટલા પ્રશ્નો ની રજૂઆત કરી છે. ફોન મેસેજ થી તુરંત જ આવી પહોંચેલા કોર્પોરેટર મહેન્દ્રભાઈ સવસાણી નું કામ લોકોને ગમ્યું છે આ સાથે નીલેશભાઈ ભાલોડીયા, મેહુલ ગાંભવા, શ્રીરામ ભોરણીયા તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


