ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ – જીવિત મહિલાને મૃત જાહેર કરી જમીન પોતાના નામે ચડાવ્યાનો આક્ષેપ, 13 સામે ફરિયાદ નોંધાઈ – ખોટી વારસાઈ નોંધ ચડાવવાનો ચોંકાવનારો મામલો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – જીવિત મહિલાને મૃત જાહેર કરી જમીન પોતાના નામે ચડાવ્યાનો આક્ષેપ, 13 સામે ફરિયાદ નોંધાઈ – ખોટી વારસાઈ નોંધ ચડાવવાનો ચોંકાવનારો મામલો

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર ગામમાં જીવિત મહિલાને મૃત જાહેર કરી તેમની માલિકીની જમીન પર ખોટી વારસાઈ નોંધ ચડાવવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ભેમાપુર ગામની રહેવાસી 75 વર્ષીય અખમબેન નાનાભાઈ ડામોરે મેઘરજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં 13 વ્યક્તિઓ સામે ગુનાહિત કાવતરું રચી ખોટા દસ્તાવેજોના આધારે જમીન પોતાના નામે કરાવી લેવાનો ગંભીર આક્ષેપ કર્યો છે

ફરિયાદ મુજબ અખમબેનના નામે ભેમાપુર ગામની સીમમાં આવેલ ખાતા નં. 423 હેઠળના બ્લોક સર્વે નં. 1266, 589 અને 591ની કુલ 2.05.05 હેક્ટર જમીન આવેલી છે. તેમના ભાણેજ કિરીટભાઈ કાંનાભાઈ ડામોરે ઓનલાઈન રેકોર્ડ તપાસતા નોંધ નં. 2953 દ્વારા જમીન પર અન્ય વ્યક્તિઓના નામે વારસાઈ નોંધ ચડાવાઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.ત્યારબાદ અખમબેન અને તેમના ભાણેજે મામલતદાર કચેરી મેઘરજ ખાતે તપાસ કરતા જાણવા મળ્યું કે ભેમાપુર (સાગથરીયા) ગામના સુરેશભાઈ હિરાભાઈ કટારા સહિત અન્ય લોકોએ અખમબેન જીવિત હોવા છતાં તેમનું તા. 11 ડિસેમ્બર 2001ના રોજ અવસાન થયું હોવાનું દર્શાવતું કથિત ખોટું મૃત્યુ પ્રમાણપત્ર તૈયાર કરાવ્યું હતું.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ત્યારબાદ રૂ.50 ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું અને પેઢીનામું તૈયાર કરી અખમબેનના કાયદેસરના વારસદાર તરીકે સુરેશભાઈ હિરાભાઈ કટારા, અમૃતભાઈ હિરાભાઈ કટારા, રાયચંદભાઈ હિરાભાઈ કટારા, ભરતભાઈ હિરાભાઈ કટારા, રમેશભાઈ હિરાભાઈ કટારા, શૈલેષભાઈ હિરાભાઈ કટારા, જીતેન્દ્રભાઈ હિરાભાઈ કટારા, સવિતાબેન હિરાભાઈ કટારા અને સંગીતાબેન હિરાભાઈ કટારાના નામ દર્શાવવામાં આવ્યા હતા.આ સોગંદનામામાં પંચ તરીકે મોહનભાઈ સબાભાઈ કટારા, ધનાભાઈ સોમાભાઈ કટારા અને જીતેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ડામોરે સહીઓ કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદ અનુસાર આ દસ્તાવેજોના આધારે મામલતદાર કચેરી મેઘરજમાં અરજી કરી નોંધ નં. 2953થી જમીન પર વારસાઈ નોંધ દાખલ કરવામાં આવી હતી. વધુમાં તે સમયના રેવન્યુ તલાટી મયુરધ્વજસિંહ ગોપાલસિંહ રાઠોડે જમીન મહેસૂલ કાયદાની જોગવાઈ મુજબ જરૂરી ખરાઈ કર્યા વિના અખમબેનને મૃત દર્શાવી પ્રક્રિયા પૂર્ણ કરી હોવાનો પણ આક્ષેપ છે.અખમબેન ડામોરે પોતાની ફરિયાદમાં સુરેશભાઈ હિરાભાઈ કટારા, અમૃતભાઈ હિરાભાઈ કટારા, રાયચંદભાઈ હિરાભાઈ કટારા, ભરતભાઈ હિરાભાઈ કટારા, રમેશભાઈ હિરાભાઈ કટારા, શૈલેષભાઈ હિરાભાઈ કટારા, જીતેન્દ્રભાઈ હિરાભાઈ કટારા, સવિતાબેન હિરાભાઈ કટારા, સંગીતાબેન હિરાભાઈ કટારા, મોહનભાઈ સબાભાઈ કટારા, ધનાભાઈ સોમાભાઈ કટારા, જીતેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ડામોર તથા રેવન્યુ તલાટી મયુરધ્વજસિંહ ગોપાલસિંહ રાઠોડ સામે એકબીજાની મદદગારીથી ગુનાહિત કાવતરું રચી ખોટા દસ્તાવેજોના આધારે જમીન પોતાના નામે કરાવી લેવાનો આક્ષેપ કર્યો છે.

પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તપાસ બાદ હકીકતો સામે આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!