વિશ્વ પર્યાવરણ દિવસ થી વિશ્વ યોગ દિવસ દરમિયાન આણંદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે*

વિશ્વ પર્યાવરણ દિવસ થી વિશ્વ યોગ દિવસ દરમિયાન આણંદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે*

તાહિર મેમણ – આણંદ – 02/09/2026 – વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે આગામી તા. ૦૫/૦૬/૨૦૨૬ (વિશ્વ પર્યાવરણ દિવસ) થી તા. ૨૧/૦૬/૨૦૨૬ (વિશ્વ યોગ દિવસ) દરમિયાન આણંદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ઇન્ચાર્જ જિલ્લા કલેકટર સુશ્રી દેવાહુતી ની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આજરોજ બેઠક યોજાઇ હતી.
આ ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લાના નાગરિકો, લોકપ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સમાજના વિવિધ વર્ગો વિકાસની પ્રક્રિયામાં સક્રિયપણે જોડાય તેવો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.
સરકારના વિવિધ વિભાગોના આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પ્રોજેક્ટો, વિકાસલક્ષી કાર્યો, પ્રવાસન સ્થળો, યાત્રાધામો, શૈક્ષણિક સંસ્થાઓ, સહકારી પ્રવૃત્તિઓ અને લોકભાગીદારી આધારિત કાર્યક્રમોના સુચારુ આયોજન અને સંકલન માટે જિલ્લા કલેક્ટરશ્રીએ નોડલ અધિકારીશ્રીઓની નિમણૂંક કરી છે.
આ આયોજનના અમલીકરણ માટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે,
આ કાર્યક્રમો અંતર્ગત સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન, જિલ્લામાં વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપતી પ્રગતિપથ યાત્રા યોજાશે. આ ઉપરાંત, વિકસિત ભારત સંકલ્પ સંમેલન (પ્રબુદ્ધ નાગરિક સંમેલન), સરકારની સિદ્ધિઓની પ્રદર્શની, જનકલ્યાણ શિબિર, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા તેમજ વિશ્વ યોગ દિવસ જેવા કાર્યક્રમના નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.



