સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુદ્રઢ આયોજન અર્થે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રગતિપથ યાત્રા અને જનકલ્યાણ શિબિર સહિતના કાર્યક્રમોને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો

તા.02/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રગતિપથ યાત્રા અને જનકલ્યાણ શિબિર સહિતના કાર્યક્રમોને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર વિવિધ જનકલ્યાણ અને વિકાસલક્ષી કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સરકારની ગાઈડલાઈન મુજબ જિલ્લા કક્ષાએ યોજાનાર ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’, ‘પ્રગતિપથ યાત્રા’ અને ‘જનકલ્યાણ શિબિર’ એમ ત્રિવિધ કાર્યક્રમોની પૂર્વતૈયારીઓ અને અસરકારક અમલીકરણ અંગે ઉપસ્થિત તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં કલેક્ટરએ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આગામી તા. ૦૮ થી ૧૪ જૂન, ૨૦૨૬ દરમિયાન જિલ્લા સ્તરે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અને ‘પ્રગતિપથ યાત્રા’નું આયોજન કરવામાં આવનાર છે આ યાત્રા થકી જિલ્લાના શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ, પ્રવાસન સ્થળો અને વિકાસના મોડેલોનું નિદર્શન કરી લોકભાગીદારી વધારવામાં આવશે આ ઉપરાંત, તા. ૧૨ થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન યોજાનારી ‘જનકલ્યાણ શિબિર’ દ્વારા આયુષ્માન ભારત, પીએમ સૂર્યઘર યોજના, પીએમ સ્વનિધિ અને લખપતિ દીદી જેવી કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું રહેશે આ ત્રણેય કાર્યક્રમોમાં પ્રબુદ્ધ નાગરિકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાન્ય જનતાની મહત્તમ ભાગીદારી નોંધાય અને છેવાડાના માનવીને સરકારી યોજનાઓનો ૧૦૦% લાભ મળે તે દિશામાં સંકલન સાધીને કામગીરી કરવા કલેક્ટરશ્રી દ્વારા તાકીદ કરવામાં આવી હતી આ ઉપરાંત વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આગોતરું આયોજન કરવા પણ જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેક્ટર કે. આર. પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


