SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

માતૃ-શિશુ કલ્યાણ માટે રાજ્ય સરકારની કટિબદ્ધતાનું જીવંત ઉદાહરણ: થાનગઢની સગર્ભાને મળ્યું નવજીવન

થાનગઢમાં આરોગ્ય કર્મીઓની સતર્કતા અને સમયસૂચકતાથી સર્જાયો ચમત્કાર

તા.02/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

થાનગઢમાં આરોગ્ય કર્મીઓની સતર્કતા અને સમયસૂચકતાથી સર્જાયો ચમત્કાર, ગુજરાત સરકારની સુદ્રઢ આરોગ્ય પ્રણાલી કેવી રીતે છેવાડાના માનવી માટે આશીર્વાદરૂપ બની શકે છે, તેનો એક હૃદયસ્પર્શી કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના નવાગામ ખાતેથી સામે આવ્યો છે કારખાનામાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા પરિવારની ૨૪ વર્ષીય સગર્ભા માતા મીનાબેન બળદેવભાઈ મગવાણીયા માટે રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓ એક જીવનરક્ષક દેવદૂત સાબિત થઈ છે આરોગ્ય વિભાગના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર અને આશાબહેનો દ્વારા નિયમિત હોમ વિઝિટ અંતર્ગત મીનાબેનના ઘરે મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન સગર્ભા માતાને પગમાં સોજા અને યુરિન આલ્બ્યુમિન જેવાં અતિ જોખમી લક્ષણો જણાતાં આરોગ્ય કર્મીઓએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક મેડિકલ ઓફિસરનો સંપર્ક કરી સમગ્ર સ્થિતિની જાણ કરી હતી પ્રાથમિક માર્ગદર્શન મળતાં જ મીનાબેનને તાત્કાલિક આયુષ્માન આરોગ્ય મંદિર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નવાગામ (થાન) ખાતે લાવવામાં આવ્યા હતા ત્યાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. વિશાલકુમાર ભટ્ટ દ્વારા માતાનું બ્લડ પ્રેશર અને ગર્ભસ્થ શિશુના ધબકારા સહિતની સઘન પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી મેડિકલ તપાસમાં આ કેસ અતિ જોખમી સગર્ભાનો હોવાનું જણાતાં, માતા અને બાળકનો જીવ બચાવવા કોઈપણ પ્રકારના વિલંબ વિના ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, રાજકોટ ખાતે રિફર કરવામાં આવ્યા હતા આ સમગ્ર સંવેદનશીલ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી. ગોહિલ, આર.સી.એચ.ઓ. ડો. અનિલકુમાર અગ્રાવત અને થાનગઢ તાલુકા લાયઝન તથા જિલ્લા આઈ.ઈ.સી. ઓફિસર એન.આઈ. પ્રજાપતિના સીધા માર્ગદર્શન અને સહકારથી ઝડપભેર પાર પાડવામાં આવી હતી સિવિલ હોસ્પિટલ, રાજકોટ ખાતે સમયસર પહોંચી જવાથી મીનાબેનને ઉત્તમ કક્ષાની તબીબી સારવાર મળી શકી જેના પરિણામે, મીનાબેનની નોર્મલ ડિલિવરી થઈ અને તેમણે ૨.૯૦૦ કિલોગ્રામ વજન ધરાવતા એક અત્યંત તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે સરકારી હોસ્પિટલની યોગ્ય સારવાર અને દેખરેખ બાદ માતા અને બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ થઈ સિવિલ હોસ્પિટલમાંથી રજા લઈ હસતા મુખે પોતાના ઘરે પરત ફર્યાં હતાં આ સફળતા એ વાતની પ્રતીતિ છે કે રાજ્ય સરકાર અને તેનો આરોગ્ય વિભાગ ગરીબ અને શ્રમજીવી પરિવારોના સ્વાસ્થ્ય માટે કેટલી હદે કાળજી રાખે છે. ‘આયુષ્માન આરોગ્ય મંદિર’ની ઘર-ઘર સુધી પહોંચતી સેવા, તબીબોની નિષ્ઠા અને ૧૦૮ની ઝડપી સેવાથી એક સામાન્ય પરિવારના આંગણે આજે ખુશીઓ છવાઈ ગઈ છે.

Back to top button
error: Content is protected !!