નર્મદા જિલ્લાના જળાશયો અને ભયજનક સ્થળોએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
નર્મદા જિલ્લાના જળાશયો અને ભયજનક સ્થળોએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: ;
sceneMode: 8;
cct_value: 5441;
AI_Scene: (-1, -1);
aec_lux: 138.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 43;
વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
રાજપીપલા, મંગળવારઃ- નર્મદાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સી.કે.ઉંધાડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લામાં આવેલા કેટલાંક ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિઓ/ પ્રવાસીઓને જળાશયોમાં નહાવા તથા અન્ય કારણોસર પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામાં મુજબ નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાનાં જીતગઢ કરજણ ડેમના નીચેના ભાગે, પોઈચા ભાઠા, માંડણ ગામ, રામપુરા ઘાટ, કાળીયાભૂત ધોધ (જીતનગર બાર ફળિયા ગામ), ગામડી ભાઠા, કરજણ ઓવારા, ગુવાર ભાઠા, કરજણ બ્રીજ (રંગ અવધુત પાસે), પોઈચા બ્રીજ નીચે નર્મદા નદીમાં, ઓરી નર્મદા નદીનો કિનારો, સિસોદ્રા નર્મદા નદીનો કિનારો, પાટણા નર્મદા નદીનો કિનારો, વરાછા નર્મદા નદીનો કિનારો, જુનાઘાંટા ધોધ (ચોમાસા દરમિયાન), વિસાલખાડી, બાર ફળિયા વણઝર ખાતે કરજણ નદીમાં, જુનારાજનો સમાવેશ થાય છે.
ગરૂડેશ્વર તાલુકાનાં ગોરા હરિધામ આશ્રમના પાછળના ભાગે આવેલ ઓવારા, ગરૂડેશ્વર વિયર ડેમના પાછળના ભાગે, ગરૂડેશ્વર દત્ત મંદિર ઓવારા, વાસલા નદી કિનારા વિસ્તાર, એકતા ક્રુઝ જેટી પોઈન્ટ – ૦૧ (રમાડા હોટેલ પાછળ), સૂર્ય કુંડ (વાગડીયા), વાગડીયા ગામ જુના બ્રીજ પાસે, ગોરા નવા બ્રીજ પાસે, ગોરા ત્યાગી ઘાટ (નર્મદા ઘાટ, નર્મદા આરતી સ્થળ પાસે), સ્ટેચ્યુ ઓફ યુનિટી જેટી પોઈન્ટ, વ્યૂ પોઈન્ટ નં.-૦૧ (સરદાર સરોવર ડેમ), વ્યૂ પોઈન્ટ નં.-૦૨ (સરદાર સરોવર ડેમ), સરદાર સરોવર ડેમ, સરદાર સરોવર ડેમ પાછળ આવેલ બોટ પોઇન્ટથી મોખડી પોટાહાટ સુધી, ડાઇક નં.-૦૧, ડાઇક નં.-૦૨, ડાઇક નં.-૦૩ ટેન્ટ સીટી-૨ પાસે, ઝીરો પોઇન્ટ ભૂમલિયા (કેનાલ), વોટર એરોડ્રોમ, ઝરવાણી ધોધ, ખલવાણી ખાતે પ્રવેશ કરવો નહીં.
તિલકવાડા તાલુકાનાં તિલકવાડા નર્મદા નદી ઓવારો, રેંગણ નર્મદા નદી ઓવારો, વાસણ–નર્મદા નદી કાંઠા વિસ્તાર, દેડીયાપાડા તાલુકાનાં નીનાઈ ધોધ, કોકમ હનુમાનજી મંદિર અને સાગબારા તાલુકાનાં ચોપડવાવ ડેમ, નાના કાકડી આંબા ડેમમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામાંની અમલવારી તા.૨૯/૦૭/૨૦૨૬ સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર
થશે.


