DAHODDAHOD CITY / TALUKO

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર સુરભિ ગૌતમની અધ્યક્ષતામાં વિવિધ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ

તા.૦૨.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર સુરભિ ગૌતમની અધ્યક્ષતામાં વિવિધ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર સુરભિ ગૌતમની અધ્યક્ષતા હેઠળ વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક દરમ્યાન રોડ એન્ડ સેફટી હેઠળ અકસ્માત કેસ, રોડ સેફટી ડ્રાઈવમાં કરેલ કામગીરી, એલઇડી ધરાવતા વાહનો અંગે તેમજ ડિસ્ટ્રિક્ટ હાઇવે સેફટી ટાસ્ક ફોર્સની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રવિ માર્કેટિંગ સીઝન હેઠળ ખેડૂતોના થયેલા રજીસ્ટ્રેશન, આવેલ અરજીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે મહેસુલ અધિકારીઓની માસિક બેઠક યોજાઈ હતી, જે અન્વયે ક્ષતિ સુધારણા પત્રક રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, બાકી અભિપ્રાયો, ઇ ધરા પેન્ડન્સી, ડિજિટલ ગુજરાત સુગમ, પીજી પોર્ટલ પેન્ડન્સી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.પીએમ પોષણ યોજના હેઠળ નોંધાયેલ લાભાર્થી બાળકોની વિગતો સંબંધિત અધિકારી દ્વારા રજૂ કરવામાં આવી હતી. તિથિ ભોજન, ભોજનનું નવીન મેનું, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના મેનુ, પુરવઠા શાખાને લગતા મુદ્દા, ઇ કેવાયસી, વિજિલન્સ કમિટી રિપોર્ટ તેમજ એનએફએસના રિપોર્ટનો પણ રીવ્યુ લેવામાં આવ્યો હતો.આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષકઓ , પ્રાંત અધિકારીઓ , મામલતદારઓ વર્ચ્યુઅલ માધ્યમ થકી ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!