ARAVALLIMODASA

મોડાસા – બાંગ્લાદેશ કનેક્શનની શંકા વચ્ચે SOG-LCBની કાર્યવાહી, 13 લોકોની સઘન પૂછપરછ

અરવલ્લી

અહેવાલ- હિતેન્દ્ર પટેલ

મોડાસા – બાંગ્લાદેશ કનેક્શનની શંકા વચ્ચે SOG-LCBની કાર્યવાહી, 13 લોકોની સઘન પૂછપરછ

અરવલ્લી જિલ્લામાં બાંગ્લાદેશ સાથે સંભવિત કનેક્શન ધરાવતા શંકાસ્પદ લોકો સામે જિલ્લા SOG અને LCB પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્યભરમાં ચાલી રહેલા ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત મોડાસા શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 13 વ્યક્તિઓને પૂછપરછ માટે ડિટેન કરી તેમની સઘન ચકાસણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ, જિલ્લા SOGના પીઆઈ પી.બી. ચૌધરી અને LCBની ટીમોએ અલગ-અલગ છ ટીમો બનાવી મળેલા ઇનપુટના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. શંકાસ્પદ વ્યક્તિઓને SOG કચેરી ખાતે લાવી તેમની ઓળખ, આધાર પુરાવા તથા અન્ય દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા તેમના સંપર્કો અને પ્રવૃત્તિઓ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર મોડાસા શહેરના લઘુમતી વિસ્તાર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કેટલાક યુવક-યુવતીઓને પૂછપરછ માટે લઈ જવામાં આવતા સ્થાનિક વિસ્તારમાં ચર્ચાઓનો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકોના બાંગ્લાદેશ સાથે સંભવિત સંપર્કો હોવાની શંકાને આધારે પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ કાર્યવાહી બાદ જિલ્લામાં અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે શંકાસ્પદ નાણાકીય વ્યવહારો તેમજ અન્ય સંભવિત કનેક્શન અંગે વિવિધ દાવાઓ સામે આવી રહ્યા છે. જોકે, પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર રીતે ગુનો નોંધાયો હોવાની અથવા કોઈ ચોક્કસ ગુનાહિત પ્રવૃત્તિ સાબિત થઈ હોવાની માહિતી જાહેર કરવામાં આવી નથી.પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર કાર્યવાહી સુરક્ષા અને ચકાસણીના ભાગરૂપે કરવામાં આવી રહી છે અને તમામ મુદ્દાઓની તપાસ બાદ જ આગળની કાનૂની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે

Back to top button
error: Content is protected !!