રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલી ઐતિહાસિક નંદકુવરબા ઝનાના ચેરીટેબલ હોસિપટલ દ્વારા આજે એક ભવ્ય ‘ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. 
આ કેમ્પમાં પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.. આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉમટી પડીને ફ્રી મેડિકલ સેવાનો લાભ લીધો હતો.. આ ફ્રી મેડિકલ કેમ્પમાં વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને ઘરઆંગણે જ ઉત્તમ સારવાર મળી રહે તે માટે નામાંકિત તબીબો પોતાની સેવા આપી હતી. જેમાં ડોક્ટર ધ્વનિ પટેલ, ડોક્ટર સુમિત સોની, ડોક્ટર ઉત્કર્ષ પટેલ, ડોક્ટર ડી. પી. વોરા, ડોક્ટર મેઘા જાગાણી, ડોક્ટર માનસી પીપલીયા, ડોક્ટર આકાશ પટોડીયા, ડોક્ટર કાજલ મિશ્રા, ડોક્ટર મયુર પીપળીયા અને ડોક્ટર દાઈહલીમા ઝુણઝુણીયા , ડોક્ટર ફાતેમા મેડમ,જેવા તજજ્ઞ ડોક્ટરોએ હાજર રહીને પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી…તેમજ લેબ વિભાગ તજજ્ઞ સપના ટીબડીયા અને દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કર્યું હતું.
આ કેમ્પનો લાભ લેવા માટે ધોરાજી અને આસપાસના ગ્રામય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 
અને ૨૯૦ થી વધુ દર્દીઓ એ ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ લાભ લીધો…પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક અને સ્થાનિક આગેવાનોએ હોસિપટલની આ ભગીરથ સેવાની કામગીરીને બિરદાવી હતી અને જયેશભાઈ ચૌધરી, સંગીતાબેન બારોટ, આશાબેન લીંબડ, અનિલભાઈ સોંદરવા, બોદુભાઈ ચૌહાણ, કાસમભાઈ ખુરેશી, વસંતભાઈ સોલંકી વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નંદકુવરબા ઝનાના હોસ્પિટલના ટ્રસ્ટીઓ, મેડિકલ સ્ટાફ અને સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓ તથા રાજુભાઈ પટેલ, તેજસભાઈ પરમાર, વગેરે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર




