MEHSANAVIJAPUR

વિશ્વ પર્યાવરણ દિને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ (તિરુપતિ)ને ‘એક પેડ મા કે નામ’ કાવ્ય અર્પણ

વિશ્વ પર્યાવરણ દિને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ (તિરુપતિ)ને ‘એક પેડ મા કે નામ’ કાવ્ય અર્પણ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણનો સંદેશ આપતી અનોખી પહેલ અંતર્ગત વિસનગરના દિવ્યાંગ બાળકોના શિક્ષણ તજજ્ઞ કાદરભાઈ મનસુરીએ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરુપતિને ‘એક પેડ મા કે નામ’ શીર્ષક હિન્દી કાવ્ય રચના અર્પણ કરી હતી. તિરુપતિ ઋષિવન ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કાદરભાઈ મનસુરીએ માતા પ્રત્યેના પ્રેમ, આદર અને સન્માનની લાગણી સાથે જીવનમાં વૃક્ષોના મહત્વને ઉજાગર કરતી કાવ્ય રચના રજૂ કરી હતી. વૃક્ષો માનવજીવન માટે ઓક્સિજન, સ્વચ્છ હવા અને સંતુલિત પર્યાવરણના મુખ્ય આધારસ્તંભ હોવાનું કાવ્યમાં સુંદર રીતે વર્ણવાયું છે.
આ પ્રસંગે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ (તિરુપતિ)એ કાવ્યની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ‘એક પેડ મા કે નામ’ માત્ર કાવ્ય નથી, પરંતુ ગ્લોબલ વોર્મિંગ સામે લડત, પર્યાવરણ જાગૃતિ અને માતૃસ્મૃતિને સમર્પિત એક પ્રેરણાદાયી સંદેશ છે. તેમણે કાદરભાઈ મનસુરીની સર્જનાત્મકતાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી વચ્ચે વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવતી આ કાવ્ય અર્પણની પહેલને ઉપસ્થિત લોકોએ પણ આવકારી હતી. કાર્યક્રમમાં વૃક્ષોને જીવનના સાચા મિત્ર ગણાવી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!