KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નજીક સણસોલી પાની મુવાડીમાં સાપની લડાઈના દ્રશ્યો કેમેરામાં કેદ,જાણકારો મુજબ માદા અને વિસ્તાર માટે સંઘર્ષ.

 

તારીખ ૦૪/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના સણસોલી પાની મુવાડી ગામમાં બે સાપ સામસામે આવી જતાં તેમની વચ્ચે સંઘર્ષ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ અનોખું દૃશ્ય ત્યાં હાજર ગ્રામજનોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યું હતું. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. આ વિડિયોમાં બંને સાપ એકબીજા સામે ફૂંફાડા મારતા અને ઝપાઝપી કરતા જોવા મળે છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આવા દૃશ્યો ભાગ્યે જ જોવા મળતા હોય છે, તેથી મોટી સંખ્યામાં લોકો આ દૃશ્ય જોવા એકત્ર થયા હતા.વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઘણી વખત સાપો પોતાના વિસ્તાર પર કબજો જમાવવા અથવા માદા સાપ માટે એકબીજા સાથે સંઘર્ષ કરતા હોય છે. આ કોઈ પ્રેમ નૃત્ય નથી, પણ એકબીજાને પછાડવાની કુસ્તી છે. તેઓ એકબીજાને કરડતા નથી કે નુકસાન પહોંચાડતા નથી, પરંતુ માત્ર એકબીજા પર પોતાનું માથું ઊંચું રાખીને, સામેવાળાને જમીન ભેગો કરવાનો પ્રયત્ન કરે છે.આ સાપો વચ્ચે પોતાની તાકાત સાબિત કરવા માટેની એક કુદરતી અને અહિંસક લડાઈ છે, જેને લોકો ભૂલથી નાગ-નાગણનું મિલન સમજી બેસે છે.આવા દૃશ્યો કુદરતી વ્યવહારનો એક ભાગ માનવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!