THARADVAV-THARAD

“દોલતપુરા ચોકડી પર 12 દુકાનોનું બાંધકામ વિવાદમાં: નગરપાલિકાની મંજૂરી વગર કામ ચાલુ હોવાનો દાવો”

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદના દોલતપુરા ચોકડી વિસ્તારમાં 12 દુકાનોનું બાંધકામ નગરપાલિકાની મંજૂરી વગર થઈ રહ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે નગરપાલિકાના જવાબદાર અધિકારીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, “આ બાંધકામ માટે અમારી પાસે કોઈ પરમિશન લેવામાં આવી નથી.”

અધિકારીના આ નિવેદન બાદ અનેક સવાલો ઊભા થયા છે. જો ખરેખર પરવાનગી વગર બાંધકામ થઈ રહ્યું છે તો શું નગરપાલિકા દ્વારા નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે? શું બાંધકામ અટકાવવા નોટિસ આપવામાં આવશે? કે પછી સમગ્ર મામલે આંખ આડા કાન કરીને ભીનું સંકેલી લેવામાં આવશે?

સ્થાનિકોમાં પણ ચર્ચા છે કે જાહેર માર્ગ અને વ્યાપારી વિસ્તારમાં થઈ રહેલા આ બાંધકામ અંગે તાત્કાલિક તપાસ થવી જોઈએ. જો બાંધકામ ગેરકાયદેસર હોવાનું સાબિત થાય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.

Back to top button
error: Content is protected !!