BANASKANTHAGUJARATKANKREJ

ઓગડ તાલુકાના થરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરાઈ…

ઓગડ તાલુકાના થરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરાઈ...

ઓગડ તાલુકાના થરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરાઈ…

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્રારા પ્રાથમિક શાળા નંબર -૧ મા મેદાનમા અને પંડિત દિન દયાલ સાંસ્કૃતિક હોલ ખાતે ૫ મી જૂન ૨૦૨૬ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરવામાં આવેલ.દર વર્ષે ૫ જૂનના રોજ ઉજવાતો આધુનિક વિકાસની સાથે-સાથે કુદરતી સંસાધનો (જેમ કે પાણી,જંગલ અને જમીન) બચાવવાનો સંદેશ આપે છે.વિશ્વ પર્યાવરણ દિવસ એ પ્રકૃતિની સુરક્ષા માટે વૈશ્વિક જાગૃતિ લાવવાનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય દિવસ છે. સામાન્ય લોકોથી લઈને સરકારો સુધી સૌ કોઈને પર્યાવરણની સ્થિતિ વિશે વિચારવા પ્રેરિત કરે છે.દર વર્ષે એક નવી થીમ (વિષય) નક્કી કરીને તેના આધારે સમગ્ર વિશ્વમાં વૃક્ષારોપણ,સફાઈ અભિયાન અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન થાય છે.આ ઉપરાંત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અનોખી રીત કાર્યક્રમો થતા હોય છે.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે થરા ખાતે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં થરા સ્ટેટમાજી રાજવી એવમ પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ,ચીફ ઓફિસર બાબુભાઈ જોષીની ઉપસ્થિત માં કાર્યક્રમ યોજાયો હતો.બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી વડગામ તાલુકા ભાજપા પ્રભારી તેમજ SC મોરચા બનાસકાંઠા જિલ્લા ના પ્રભારી શરદભાઈ સાંપરીયા, બનાસકાંઠા જિલ્લા ભાજપ કિસાન મોરચાનાકોષાધ્યક્ષ ઉમેશ પ્રજાપતિ,થરા શહેર ભાજપ મહામંત્રી રાઘવેન્દ્ર જોશી,થરા શહેર ભાજપ ઉપપ્રમુખ એવમ GKTS થરા શહેર પ્રમુખ સોમાજી જગાણી, થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કનુભાઈ ઠક્કર,ભુપેન્દ્રસિંહ પરમાર,કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા,મહેન્દ્રસિંહ વાઘેલા, રાયમલભાઈ પટેલ,ભુપતભાઈ ગોહિલ,ખેડૂત અગ્રણી અણદાભાઈ ચૌધરી,વિક્રમભાઈ પરમાર, બાબુભાઈ દેસાઈ,સંજય દેસાઈ,પસાભાઈ રાવળ દેવ,રઘુભાઈ મકવાણા, સોમાભાઈ ઠાકોર સહીત વિશાળ સંખ્યામાં કાર્યકર્તા હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 22530

Back to top button
error: Content is protected !!