KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેરની સી.બી.ગર્લ્સ હાઇસ્કૂલમાં ઉત્સાહભેર ઉજવાયો વિશ્વ પર્યાવરણ દિવસ,દીકરીઓએ વૃક્ષ વાવી ‘જતન’નો સંદેશ આપ્યો.

 

તારીખ ૦૬/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

સમગ્ર વિશ્વમાં જ્યારે પર્યાવરણની જાળવણી માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે કાલોલ સ્થિત શ્રીમતી સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે ૫ જૂનના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સમજી તેના સંવર્ધન માટે જાગૃતિ લાવવાનો હતો.શાળાના આચાર્ય તેમજ સમગ્ર શિક્ષકગણના યોગ્ય માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાની દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉજવણીના ભાગરૂપે શાળાના મેદાનમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. માત્ર વૃક્ષારોપણ કરવા પૂરતું સીમિત ન રહેતા, શાળાની બહેનોએ એક પ્રશંસનીય કદમ ઉઠાવીને વાવેલા તમામ છોડના સંપૂર્ણ ઉછેર અને નિયમિત જતનની જવાબદારી પણ પોતાના શિરે લીધી હતી. દીકરીઓના આ પ્રકૃતિપ્રેમી અભિગમને શાળા પરિવાર અને સ્થાનિકોએ બિરદાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!