KALOL(Panchamahal)PANCHMAHAL

જીલ્લાના શ્રેષ્ઠ યુવક મંડળ તરીકે ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુરનું ગૌરવ,જીવરણ ફાઉન્ડેશન દ્વારા ટ્રોફી અને સન્માન પત્ર અર્પણ.

 

તારીખ ૦૬/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લામાં સામાજિક અને યુવા પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ કાલોલ તાલુકાના વેજલપુર સ્થિત ભાગ્યોદય યુવા વિકાસ મંડળને મોટું સન્માન મળ્યું છે.

જીવરણ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ગુજરાતભરના વિવિધ મંડળોની શ્રેષ્ઠ પ્રવૃત્તિઓને બિરદાવવા માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં પંચમહાલ જિલ્લાના શ્રેષ્ઠ યુવક મંડળ તરીકે ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુર તાલુકા કાલોલની પસંદગી કરવામાં આવી હતી સંસ્થાની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને મંડળને ટ્રોફી અને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ મંડળના પ્રમુખ યોગેશ કાછિયા પટેલનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમને મેડલ, ટ્રોફી અને સન્માન પત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા.જ્યાં સમાજ સેવા, યુવા જાગૃતિ અને ગ્રામ વિકાસની દિશામાં ભાગ્યોદય યુવા વિકાસ મંડળ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓને કારણે જિલ્લામાં સંસ્થાનું નામ રોશન થયું છે. આ સન્માનથી સમગ્ર વેજલપુર ગામ અને કાલોલ તાલુકામાં ખુશીનો માહોલ છવાયો છે.

Back to top button
error: Content is protected !!