“વેદલા ગ્રામ પંચાયતના નવા મકાનમાં ભ્રષ્ટાચારની ગંધ? ઉદ્ઘાટનના માત્ર 10 દિવસમાં જ તિરાડો અને ઉખડેલી ટાઇલ્સ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 
વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના વેદલા ગામે તાજેતરમાં નિર્માણ પામેલા નવા ગ્રામ પંચાયત ભવનના બાંધકામને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, મકાનનું ઉદ્ઘાટન થયાના માત્ર 15 દિવસમાં જ દિવાલોમાં તિરાડો જોવા મળી રહી છે તેમજ ફ્લોરિંગની ટાઇલ્સ પણ અનેક જગ્યાએથી ઉખડી ગઈ છે. મુતરડી અને બાથરૂમ માં પીણીની ચકલીઓ તૂટેલી હાલતમાં તેમજ લાઈટ નું બોર્ડ પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું.આ સ્થિતિ સામે આવતા બાંધકામની ગુણવત્તા અંગે શંકા ઊભી થઈ છે. ગ્રામજનોમાં ચર્ચા છે કે જો નવું મકાન આટલા ટૂંકા સમયમાં જ બિસ્માર હાલતમાં પહોંચે તો બાંધકામ દરમિયાન ગુણવત્તાના ધોરણો જાળવાયા હતા કે નહીં?
સ્થાનિકોએ સમગ્ર મામલે જવાબદારો સામે તપાસ હાથ ધરી હકીકત બહાર લાવવા અને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે તંત્ર આ મુદ્દે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.



