
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- પુજા ઠક્કર – મુન્દ્રા કચ્છ.
મુંદરા ,તા- ૦૮ જૂન : મુંદરા અદાણી પોર્ટ CT-2 પરીવાર તેમજ અન્ય કન્ટેનર ટર્મિનલ નાં સભાસદો તરફથી પોતાના પગારરુપી વેતન માંથી અમુક રકમ બચાવી ગૌસેવા નાં લાભાર્થે આ રકમ અર્પણ કરતી વેળાએ મયુરસિંહ ગોહિલ, મહમદભાઈ ચાકી, રામરમેશભાઈ,રવિભાઈ વેંશ હાજર રહી આ રકમ પાંજરાપોળ નાં ટ્રસ્ટીઓ કાંતિલાલ મોરારજી શાહ તેમજ હિરેનભાઈ સાવલા ને અર્પણ કરેલ હતી .સંસ્થાના સર્વે ટ્રસ્ટીઓએ દાતાઓનું આભાર માનેલ હતું .



